• Gujarati News
  • ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીનો યૂથ ફેસ્ટિવલ

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીનો યૂથ ફેસ્ટિવલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વઢવાણ
વઢવાણ એન્જિનિયિંરગ કોલેજ ખાતે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવસિર્ટી અમદાવાદ ઝોનનો બીજો યૂથ ફેસ્ટિવલ ક્ષિતજિ-૨૦૧૨-૧૩નો પ્રારંભ થયો હતો. આ યૂથ ફેસ્ટિવલમાં ૨૬ જેટલી કોલેજોના ૭૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.આ ત્રિદિવસીય ફેસ્ટિવલમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતાં.
વઢવાણ-કોઠારિયા રોડ પર આવેલી સી.યુ.શાહ એન્જિનિયિંરગ કોલેજ ખાતે ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો યૂથ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે.આ યૂથ ફેસ્ટિવલનો પ્રારંભ શનિવારે થયો હતો. આ પ્રસંગે ક્ષિતજિ-૨૦૧૨ના સોવિનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ યૂથ ફેસ્ટિવલમાં યુનિવસિર્ટી હસ્તકની ૨૬ જેટલી કોલેજોના ૭૫૦ વિદ્યાર્થીઓ અને વિધ્યાર્થિનીએ કૌવત બતાવ્યું હતું.આ કાર્યક્રમમાં જી.ટી.યુ.ના કેપ્ટન સંઘવીએ પ્રાંસગિક ઉદ્દબોધન કયું હતું.આ યૂથ ફેસ્ટિવલમાં નાટક, નૃત્યુ, ગરબા અભિયાન, મિમક્રિ સહિતનાં કાર્યક્રમો રજુ થયા હતાં.આ કાર્યક્રમ બાદ વિવિધ હરફિાઇઓ યોજાઇ હતી. આ તમામ સ્પર્ધકોમાંથી તા. ૩૦ સપ્ટેમ્બરે વજિેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવશે. આ ટેકનોલોજી યુનિવસિર્ટી અમદાવાદ ઝોનનો કાર્યક્રમ હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે જિતેન્દ્રભાઈ સંઘવી, કિરણભાઈ મહેતા, ભૂપતભાઈ, કોલેજના ટ્રસ્ટીઓ, વિવિધ કોલેજોના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના વિદ્યાર્થી જય પટેલ શૈલેષ સાકરિયા, પરબત પિઢયાર સહિતનો ભારે જહેમત ઉઠાવી હતી.