• Gujarati News
  • માનસીક બિમારીથી કંટાળી યુવતીએ એસીડ ગટગટાવ્યું

માનસીક બિમારીથી કંટાળી યુવતીએ એસીડ ગટગટાવ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ કલોલ
કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ મજુર હાઉસીંગ સોસાયટીમાં રહેતા અંકિતાબેન રમેશચંદ્ર પરીખ ઉ.વ.૨૪ માનસીક રીતે બિમાર હતા અને બિમારીથી કંટાળી જઇ અંકિતાબેનએ ઘરમાં પડેલ એસીડ પી જતા પરિવારજનો અને આસપાસમાં દોડધામ મચી ગઇ હતી અને તેઓને તાત્કાલીક સારવાર માટે કલોલની સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયાં પ્રાથમીક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવીલ હોસ્પીટલમાં
લઇ જવાયા હતા. જે પ્રકારે માનસીક બિમારીથી કંટાળી યુવતીએ એસીડ ગટગટાવ્યાની ઘટના સામે આવી છે તેને કારણે હજુ પણ આ બનાવ સંદર્ભે ઘણી અટકળો સેવાઇ રહી છે. જો કે આ પ્રકારના બનાવ માણસની લાચારી ને છતી કરે છે.