• Gujarati News
  • બાવળામાં ૬૪ લાખના હાર સાથે શ્રીજીની સવારી નીકળી

બાવળામાં ૬૪ લાખના હાર સાથે શ્રીજીની સવારી નીકળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બાવળા
બાવળામાં ઠેર ઠેર વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરીને ધામધૂમથી સાર્વજનિક ગણેશમહોત્સવ ચાલી રહ્યાં છે. બાવળામાં શ્રેયા સોસાયટી બહાર ભકિત ગ્રૂપ દ્વારા ગણેશમહોત્સવમાં તાલુકા પંચાયતના સદસ્ય કૃણાલસિંહ પરમારે ગણપતિદાદાને ર૦૧ તોલા સોનાનો હાર ચડાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે તેમણે ૧૦૧ તોલા સોનાનો હાર ચડાવ્યો હતો. બાવળામાં ઘણી જગ્યાએ શુક્રવારે ગણેશયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશયજ્ઞમાં ભૂદેવોએ શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે મોદક (લાડું) નો હવન કર્યો હતો. તેમજ ઠેર ઠેર શણગારેલાં ટ્રેકટરોમાં ગણપતિદાદાની મૂતિgઓ મૂકીને બેન્ડવાજા, ડી.જે.ની ભકિતમય ધૂન સાથે નગરમાં વરઘોડા નીકળ્યા હતા.
નગરનાં બજારો અબીલ-ગુલાલથી રંગાઇ ગયાં હતાં.
નગરમાં વરઘોડા ફેરવીને સાણંદ તાલુકાના મોડાસર ગામમાં આવેલા પાંડવ કાલીન બાણગંગા તળાવમાં મૂતિgઓને પધારવા માટે રવાના થયા હતા. મોડાસરના યુવક મંડળ દ્વારા મૂતિgઓના વિસર્જનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આવનાર તમામ ભાવિક ભકતો માટે ઠંડાપાણી અને ચાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગણપતિદાદાને પાણીમાં પધરાવીને ભકતોએ આવતાં વર્ષે વહેલાં આવજો કહીને વિદાય આપી હતી.