• Gujarati News
  • ઝાલાવાડમાં આન બાન શાન સાથે ‘શ્રીજી’ની વિદાય

ઝાલાવાડમાં આન-બાન-શાન સાથે ‘શ્રીજી’ની વિદાય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક દસકાથી ગણેશોત્સવનું મહત્વ વધ્યું છે. દર વર્ષે ભાદરવા માસની ચોથથી વિવિધ મંડળો દ્વારા ગણેશજીની પૂજા કરી પૂનમ સુધી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાય છે ત્યારબાદ અમુક સ્થળોએ ગણપતજિી મૂતિgનું વિસર્જનનો પ્રારંભ થતા મોટી સંખ્યામાં ગણેશભકતો ઊમટી પડયા હતાં.
સુરેન્દ્રનગર શહેરના વાદીપરા, જવાહર ચોક, શકિતપરા, સ્મશાન રોડ સહિતના વિસ્તારોમાં ગણેશોત્સવનું આયોજન કરી ગણેશજીની ભકિત કરવામાં આવે છે. રતનપરના શિવનગર ખાતે સતત નવમા વર્ષે ગણેશોત્સવનું આયોજન કરાયGુ છે. શિવનગર યુવક મંડળ દ્વારા દરરોજ રાત્રે ભવ્ય પૂજા-આરતી, દાંડિયા-રાસનો કાર્યક્રમ યોજાય છે.વઢવાણમાં મોટાપીર ચોક, દધીચી આશ્રમ, હિઁગળાજ ધામવાળા ખાંચામાં હિન્દુ-મુસ્લિમ યુવાનોએ એકતા ગ્રૂપ રચી ગણેશ મહોત્સવનું આયોજન કયઁુ છે. આ મહોત્સવ દરમિયાન રાસ-ગરબા, સત્યનારાયણની કથા, આનંદના ગરબા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.તા. ૨૮ના રોજ ગણેશજીની સમૂહ આરતી બાદ માવા-તમાકુ જેવા વ્યસનનો ત્યાગ કરવાના સંકલ્પ કરાયા હતા. ત્યારબાદ બેન્ડવાજા સાથે ઢોલ-નગારા સહિત શ્રીજીની મૂતિgનું વિસર્જન કરાયું હતું.વઢવાણની સી.યુ.શાહ એન્જિનિયરÃગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ ગણેશોત્સવનું આયોજન કયઁુ હતું. જેમાં એન્જિનિયરÃગ કોલેજની વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જ્યારે સરાના સૂર્યમુખી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
હળવદ : હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં યુવા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરાયું હતું.આ ગણેશોત્સવમાં દરરોજ રાત્રે યોજાતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દરરોજ લોકો ઊમટી પડે છે.
પાટડી: પાટડીના દરબારી ચોકમાં ગણેશોત્સવનું આયોજન કરાયું હતું.જેમાં ગણપતજિીની મૂતિgના વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.ચૂડા : ચૂડામાં સિિધ્ધ વિનાયક યુવા મંડળ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં સાંજની આરતી તથા મોડી રાત્રે નામી કલાકારો સાથે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. ચૂડામાં યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતાં.