• Gujarati News
  • વિરમગામમાં પોલીસ સામે વિરોધપ્રદર્શન

વિરમગામમાં પોલીસ સામે વિરોધપ્રદર્શન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રામપુરા(ભંકોડા)
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં થયેલા પોલીસ દમન મુદ્દે જનતામાં ભારે જનઆક્રોશ વ્યાપી ગયો છે. સમગ્ર જિલ્લા સહિત ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજાઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક શહેર વિરમગામ થાનમાં પોલીસે દલિતોની ફરિયાદ ન લેતા થયેલા પથ્થરમારા બાદ પોલીસે કરેલા સીધા ગોળીબારમાં ત્રણ દલિત નવયુવાનોના મોત નીપજતાં સમગ્ર દલિત સમાજમાં પોલીસ અને સરકાર વિરુદ્ધ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો.
તે અંતર્ગત વિરમગામ શહેરમાં તા.ર૭મી સપ્ટે.ને ગુરુવારના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યાના સમયે ભરવાડી દરવાજાથી પાંચ ચકલા, ટાવરચોક થઇ મામલતદાર કચેરીએ ર૦૦થી રપ૦ દલિતોની રેલી પહોંચી હતી. જયાં મામલતદાર કચેરીના ફરજ પરના પુરવઠા મામલતદાર - ઠાકોરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે આવેદનપત્રમાં જણાવાયું છે કે (૧) થાનગઢમાં પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા ત્રણ યુવાનોના પરિવારજનોને વ્યકિત દીઠ રૂ.૧૦,૦૦,૦૦૦/- નું વળતર સરકાર દ્વારા ચૂકવી આપવામાં આવે (ર) મૃત્યુ પામનારના પરિવારમાંથી એક-એક વ્યકિતને સરકારી નોકરી આપવામાં આવે (૩) પોલીસે કરેલા હુમલામાં ઇજા પામેલાઓને દરેકને રૂ.૧ લાખનું વળતર ચૂકવવામાં આવે (૪) આ બનાવની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે તેમાં તપાસની નિષ્પક્ષતા અને તટસ્થતા જળવાય તેમ નથી તેથી આ બનાવની નિવૃત્ત હાઇકોર્ટ જજ દ્વારા જયુડિશિયલી તપાસ કરવામાં આવે અને પીએસઆઇ જાડેજા વિરુદ્ધ દાખલ થયેલ ફરિયાદની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે (પ) આ બનાવમાં બીજા જવાબદાર પોલીસ કર્મચારી અને જિલ્લાના તત્કાલીન જિલ્લા પોલીસવડા કાયદા મુજબ દલિતોના રક્ષણની સીધી જવાબદારી હોવાથી દલિતોના રક્ષણમાં તેઓ નિષ્ફળ ગયા છે અને બેદરકારી દાખવેલી છે.
તેમની હાથ નીચેના પોલીસ કર્મચારીઓની તેઓના ઉપરી અધિકારી તરીકે જિલ્લા પોલીસવડાની પ્રતિનિધિ તરીકે જવાબદારી હોઇ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન પોલીસવડાને પણ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ આવેદનપત્રમાં કરવામાં આવી છે અને જવાબદાર પોલીસ અધિકારીઓ કાયદાની ચૂંગાલમાંથી છટકી ન જાય તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માગણીઓ કરવામાં આવી છે. હાલ આ મુદ્દાને લઈને સમગ્ર અમદાવાદ જિલ્લામાં પોલીસ સામે રોષની લાગણી જોવા મળી રહી છે. માત્ર દલિતો જ નહીં તમામ સમાજના લોકો થાનમાં થયેલી ઘટનાને વખોડે છે અને પોલીસના આ પ્રકારના દમનને અમાનવીય ગણાવે છે.

ડીએસપી સામે પગલા ભરવા માગ
થાનગઢમાં મૃત્યુ પામનાર દલિત યુવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે શોકસભાની મંજુરી વખતે ભાવનગરના ડીએસપીએ અપમાનજનક શબ્દો કહ્યાના આક્ષેપ સાથે ગુજરાત દલિત પંચાયત પરિષદે રોષ વ્યક્ત કર્યો છે.પરિષદ દ્વારા જણાવાયું છે કે, ભાજપ દ્વારા આંબેડકરજીની સન્માન યાત્રા કાઢવામાં આવી હતી, તે આગેવાનો ક્યાં છે ? તેમજ ભાવનગરમાં કુંભારવાડા ખાતે શ્રદ્ધાંજલી આપવાની મંજુરી વખતે ભાવનગરના જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે, બનાવ સુરેન્દ્રનગરમાં બન્યો છે, અહીંયા શું કામ હેરાન કરો છો અને કલેકટર સાહેબ પાસે જશો તો તમારી ચãી ભીની થઈ જશે.આ પ્રકારના અપમાનજનક શબ્દો કહેવાથી ગુજરાત દલિત પંચાયત પરિષદ, ભાવનગર દ્વારા રોષ વ્યક્ત કરાયો છે.

વિરમગામ શહેરમાં તા.ર૭મી સપ્ટે.ને ગુરુવારના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યાના સમયે ભરવાડી દરવાજાથી પાંચ ચકલા, ટાવરચોક થઇ મામલતદાર કચેરીએ ર૦૦થી રપ૦ દલિતોની રેલી પહોંચી હતી. જયાં મામલતદાર કચેરીના ફરજ પરના પુરવઠા મામલતદાર - ઠાકોરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિરમગામ શહેરમાં તા.ર૭મી સપ્ટે.ને ગુરુવારના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યાના સમયે ભરવાડી દરવાજાથી પાંચ ચકલા, ટાવરચોક થઇ મામલતદાર કચેરીએ ર૦૦થી રપ૦ દલિતોની રેલી પહોંચી હતી. જયાં મામલતદાર કચેરીના ફરજ પરના પુરવઠા મામલતદાર - ઠાકોરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.