• Gujarati News
  • તહેવારો માટે ૪૦ લાખ ટન ખાંડનો જથ્થો છુટો કરાયો

તહેવારો માટે ૪૦ લાખ ટન ખાંડનો જથ્થો છુટો કરાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારે આગામી બે માસ માટે ખુલ્લા બજારમાં ખાંડનો ૪૦ લાખ ટનનો જથ્થો છુટો કર્યો છે. આ ઉપરાંત રાજ્યોને રેશનિંગ હેઠળ વેચાણ માટે ૩.૯૬ લાખ ટન જથ્થો ફાળવ્યો છે. જેમાંથી ૨.૧૩ લાખ ટન જથ્થો ઓકટોબરમાં અને ૧.૮૩ લાખ ટન જથ્થો નવેમ્બરમાં ફાળવવામાં આવશે. છેલ્લા ત્રણ માસમાં અન્ન મંત્રાલયે દર મહિને અંદાજે ૧૭ લાખ ટન ખાંડ ખુલ્લા બજારમાં વેચાણ માટે છુટી કરી છે. સરકારના જણાવ્યા અનુસાર મિલોએ તા. ૩૦મી નવેમ્બર સુધીમાં ફાળવાયેલા તમામ જથ્થાની ખાંડ વેચી દેવાની રહેશે.
ફુગાવા ઉપરની આઇએમજી એ સરકારને એવી ભલામણ કરી હતી કે વધુ ખાંડનો જથ્થો છુટો કરવો જોઇએ અને ત્રણ માસના કવોટા સિસ્ટમના બદલે છ માસ માટેનો જથ્થો છુટો કરવો જોઇએ. દેશના મોટાભાગના વિસ્તારોમાં છુટકમાં ખાંડનો કિલોદીઠ ભાવ રૂ. ૩૫-૪૦ વચ્ચે ચાલી રહ્યો છે.