ન્યૂઝ ઇનબોકસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર આરટીઓ સંપુર્ણ બંધ : રૂપિયા ૩.૫ લાખની આવક ઠપ
ગાંઘીનગર & ગાંધીનગર અરાટીઓમાં ફરજ બજાવતાં તમામ કર્મચારીઓ આજે ગુરુવારે સામૂહિક રજા (માસ સીએ)માં જોડાઇ ગયાં હતાં. જેનાં કારણે કાચા-પાકા લાઇસન્સ, વાહન રજીસ્ટ્રેશન, ટ્રાન્સફર, એન.ઓ.સી સહિતની કામગીરી બંધ રહેવા પામી હતી. કાચુ લાઇસન્સ મેળવવા આજની એટલ કે ૨૭મીને ગુરુરવારની ઓનલાઇન એપોઇન્ટમટ મેળવનારા તમામ અરજદારોને ધરમનો ધક્કા પડ્યો હતો. આ સિવાય વાહન સહિતની કામગીરી માટે આવનારા અરજદારોને પણ પરત જવુ પડયું હતું. માસસીએલની હડતાલનાં કારણે આરટીઓને પણ ૩.૫૦ લાખની આવક થવા પામી ન હતી.

સે-૬થી ૧૫ અને ઇન્ફોસિટી માટે મિલકતવેરો ભરવાની તારીખ લંબાવાઈ
ગાંધીનગર & સેકટર-૬થી ૧૫ અને ઇન્ફોસિટીના રહીશો અને દુકાનદારો માટે મિલકત વેરો ભરવાની છેલ્લી તારીખ ૨૭ સપ્ટેમ્બર રાખવામાં આવી હતી, પરંતુ તારીખ લંબાવવાની રહીશો અને વેપારીઓની માગણીને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને ૧૫ ઓકટોબર છેલ્લી તારીખ નક્કી કરી છે. મિલકત વેરો ભરવા માટે રહીશોનો ધસારો અને સમયમયૉદા લંબાવવાની રહીશોની માગણીને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને તારીખ લંબાવવાની જાહેરાત કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સેકટર-૧થી પાંચના રહીશો માટે ૩૦મી તારીખ છેલ્લી છે. અગાઉ સે-૧થી પાંચ માટેની તારીખ પણ લંબાવવામાં આવી હતી. દોઢ મહિનામાં કોર્પોરેશનને મિલકત વેરા પેટે બે કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.