• Gujarati News
  • લખતરમાંથી વીજ કંપનીનો ૯૫ હજારનો સામાન ચોરાયો

લખતરમાંથી વીજ કંપનીનો ૯૫ હજારનો સામાન ચોરાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર
લખતર જીઆઇડીસીમાં આવેલા વિવિધ બે ટ્રાન્સફોર્મરમાંથી કોઇ તસ્કરો ૯૫ હજારના સામાનની ચોરી કરી ગયા છે. આ અંગે વીજ કંપનીના નાયબ ઇજનેરે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ, કોપર, વાયરની ચોરી સામાન્ય બની ગઇ છે. ત્યારે લખતર શહેરમાં આવો એક વધુ બનાવ ધ્યાને આવ્યો છે. જેમાં લખતર જીઆઇડીસીમાં આવેલા જયહરી બાયોકેમ પાસેના ટ્રાન્સફોર્મરમાંથી તસ્કરો રૂપિયા ૪૫ હજારના કોપર અને ઓઇલની ચોરી કરી ગયા છે. જ્યારે જીઆઇડીસીમાં જ આવેલ રાધે કોટન પાસેના ટ્રાન્સફોર્મરમાંથી તસ્કરો ૪૦ હજારની કિંમતના એલ્યુમિનિયમના વાયરો લઇ ગયા છે. આ અંગે લખતર પોલીસ મથકે વીજ કંપનીના નાયબ ઇજનેર જતીન હસમુખભાઇ તલાટીએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેમુભાઇ રબારી ચલાવી રહ્યા છે.