• Gujarati News
  • હેડ ધૂમસ્ટાઇલે બાઇક ચલાવવી ભારે પડી

હેડ-ધૂમસ્ટાઇલે બાઇક ચલાવવી ભારે પડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછામાં મંગળવારે પૂરપાટ ઝડપે ધૂમ સ્ટાઇલે બાઇક ચલાવનાર યુવકની ટ્રાફિક શાખાએ અટકાયત કરતા યુવકને આ રીતે બાઇક ચલાવવી ભારે પડી ગઇ હતી.રીતેશ અરિંવદભાઇ પટેલ(બી/૩૧,તિરુપતી સોસાયટી,યોગીચોક,પુણાગામ) નામનો યુવક ખાંડબજાર વૈશાલી ત્રણ રસ્તા પાસે મંગળવારે રાત્રે ૯ કલાકે પોતાનું બાઇક પૂરપાટઝડપે બેદરકારીપૂર્વક ચલાવી રહ્યો હતો.આથી તે સમયે તે સ્થળ પર હાજર ટ્રાફિક શાખાના હે.કો.કેસરીસિંહ સોલંકીએ તે યુવકની અટકાયત કરી હતી.આમ રીતેશને ધૂમસ્ટાઇલે ગફલતપૂર્વક બાઇક ચલાવવી ભારે પડી ગઇ હતી.અત્રે ઉલ્લેખનિય છે કે રીતેશની જેમ ઘણા યુવકો બેફામપણે પૂરપાટ રીતે બાઇક ચલાવી અન્ય વાહનચાલકો કે રાહદારીઓને અડફેટે લઇ અકસ્માત નોંતરે છે.