• Gujarati News
  • ભુજમાં વિદ્યાર્થીઓએ પ્úથ્વીનો પરિઘ અને ત્રજિયા માપ્યા

ભુજમાં વિદ્યાર્થીઓએ પ્úથ્વીનો પરિઘ અને ત્રજિયા માપ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ કલબ દ્વારા વિષુવ દિન નિમિત્તે ભારત તેમજ અન્ય દેશોની સાથે ભુજની હિતેન ધોળકિયા વિધ્યાલય તથા એન્કરવાલા વિધ્યાલય ખાતે બાળકોએ નાની લાકડીની મદદથી ભુજના અક્ષાંશ, રેખાંશ અને પ્úથ્વીનો પરિઘ તેમજ ત્રજિયા માપ્યા હતા.
કલબના પ્રમુખ નરેન્દ્ર ગોર દ્વારા વિષુવ દિનનું મહત્વ, પ્úથ્વી ઉપરના અક્ષાંશ, રેખાંશ અને વિવિધ સમયે અને સ્થળોએ દિવસ અને રાતના સમયમાં થતા ફેરફાર સમજાવ્યા હતા. બાવીસસો વર્ષ પહેલાં ઇરેટોસ્થનિસ નામના વૈજ્ઞાનિક દ્વારા અપનાવાયેલી પ્úથ્વીના પરિઘ માપનની પદ્ધતિ પ્રમાણે ભારતમાં ૨૨ સ્થળે તથા આજેઁિન્ટના, મોરોક્કો, રોમાનિયા, સરબિયા, અમેરિકામાં પણ આ પ્રયોગ કરવામાં આવે છે. ૨૨ સપ્ટેમ્બરના દિવસે સૂર્ય બરોબર વિષ્úવવૃત્ત ઉપર હોય છે. આથી આ દિવસે દુનિયામાં કોઇ પણ સ્થળથી વિષુવ સ્થળનું સીધી લીટીનું અંતર જાણી પ્úથ્વીનો પરિઘ માપી શકાય છે. વિદ્યાર્થીઓના કુલ ચાર જૂથ બનાવી આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં હિતેન ધોળકિયા વિધ્યાલયના મિથુન જૂથે ફકત એક પ્રતશિત એરર સાથે પ્રથમસ્થા ન પ્રાપ્ત કર્યું હતું. આ જૂથે ૪૦૦૦૦ કિ.મી.ના પરિઘ સામે ૩૯૪૫૨ કિ.મી.નો પરિઘ માપ્યો હતો. ફ્રાન્સના એરિક વૈસીએ અભિનંદન પાઠવ્યા હતા.