• Gujarati News
  • માધાપરમાં ઘરનું ઘર મેળવવા માટે ૫ હજાર મહિલા ઉમટી

માધાપરમાં ઘરનું ઘર મેળવવા માટે ૫ હજાર મહિલા ઉમટી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત કોગ્રેસ દ્વારા ઘરનું ઘર મેળવવા આજે ભુજ તાલુકાના પરા સમાન ગામ માધાપર ખાતે ફોર્મ વિતરણ કાર્યક્રમમાં ૫ હજારથી વધુ મહિલા ઉમટી હતી.
૧૦૦ ચો.વારના પ્લોટ તથા ગ્રામ-ગૃહનિમૉણ તથા હાઉસિંગ બોર્ડની યોજના ભાજપે બંધ કરી છે, ત્યારે આ સંજોગોમાં અનેક પરિવારો પોતાના મકાનથી વંચિત રહી ભાડાઓ ભરે છે, ત્યારે કોંગ્રેસ સત્તા પર આવે તો મહિલાઓને પોતાનું ઘર આપશે તેવા કોલના પગલે આજે મહિલાઓએ ફોર્મ મેળવવા ધસારો કર્યો હતો. જિલ્લા કોંગ્રેસ પંચાયત સેલના ચેરમેન નેરશ મહેશ્ર્વરીએ યોજનાથી સોૈને માહિતગાર કર્યા હતા.તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરજણભાઇ ભુડિયા,પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી આદમભાઇ ચાકી,વપિક્ષીનેતા સજુભા જાડેજા તથા પૂર્વ સરંપચ જોરાવરસિંહ જાડેજા, મંત્રી શંભુભાઇ, કરીમાબેન પઠાણ,ચંદ્રીકાબેન સોલંકી,જાગૃતિબેન ગઢવી હાજર રહ્યાં હતાં.