• Gujarati News
  • નડિયાદમાં ૭ હજારથી વધુ શિક્ષકો રજા પાડશે

નડિયાદમાં ૭ હજારથી વધુ શિક્ષકો રજા પાડશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ . જિલ્લાની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં ૭ હજારથી વધુ શિક્ષકો ગુરુવારે સામુહિક એક દિવસની માસ સીએલ પર ઊતરી જશે. જિલ્લાની ૧૬૬૨ પ્રાથમિક શાળાઓનું શૈક્ષણિક કાર્ય ઠપ થઈ જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. બુધવારે ઉચ્ચકક્ષાએ શિક્ષકોના પ્રતિનિધિ મંડળની વાટાઘાટો થઈ હતી. જોકે, મોડી સાંજ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. પરિણામે આજે શાળાઓના શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડવાની શકયતા છે.