• Gujarati News
  • સચિવાલયના કર્મયોગીઓે માટે આયુર્વેદ દવાખાનું શરૂ

સચિવાલયના કર્મયોગીઓે માટે આયુર્વેદ દવાખાનું શરૂ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
સચિવાલયના કર્મયોગીઓ નિરોગી અને દગિૉયુ જીવન જીવી શકે તે માટે ગાંધીનગરમાં નવા સચિવાલયનાં બ્લોક નં- ૧ ખાતે આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસના હસ્તે અને રાજ્ય કક્ષાનાં આરોગ્ય મંત્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં નવીન સરકારી આયુર્વેદ દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય ખાતાનાં અગ્ર સચિવ ડો. રાજેશ કિશોર, નાયબ નિયામક ડો. ઉપાધ્યાય, જિલ્લા આયુર્વેદ ખાતાનાં તબીબો - સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. હાજર કર્મચારીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.