• Gujarati News
  • કલોલની હોસ્પીટલમાં વેપારી સાથે તબીબનુ ઉધ્ધત વર્તન

કલોલની હોસ્પીટલમાં વેપારી સાથે તબીબનુ ઉધ્ધત વર્તન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ કલોલ
કલોલમાં બસ મથક પાસેની એક દુકાનના પગથીયે વહેલી સવારે મળી આવેલ એક અજાણ્યા પાટા પીંડી કરેલા શખસને દુકાનદાર સારવાર માટે કલોલની મ્યુનિસપિલ હોસ્પીટલમાં લઇ ગયો હતો જયાં ફરજ પરના તબીબે તથા પટાવાળાએ ઉધ્ધત વર્તન કરતા હોબાળો મચી ગયો હતો અંતે લાંબી રકઝક બાદ પાટા પીંડીવાળા શખસને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
કલોલમાં આવેલ મ્યુનિસપિલ હોસ્પીટલનુ તંત્ર તદ્દન ખાડે ગયુ છે અહી દર્દીઓ માટે ખાસ સુવિધા ના હોઇ દર્દીઓ વિના હોસ્પીટલ સુમસામ ભાસી રહી છે તેમાંય તબીબ અને પટાવાળાઓ રોફ મારતા હોય છે આજે બનેલા આવા જ એક બનાવના કારણે મ્યુનિસપિલ હોસ્પીટલ ઉપર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.
બનાવની મળતી માહિતી મુજબ કલોલના બસ સ્ટેન્ડ પાસે આવેલ શિવ મેડીકલ નામની દુકાન પાસે આજે સવારે કોઇ અજાણ્યો પુરૂષ ઉ.વ.આ.૪૫ પાટાપીંડી કરેલી હાલતમાં દુકાનના ઓટલા પર પડ્યો હતો ત્યારે પોતાની દુકાન ખોલવા આવેલ જતીન નાયકે આ શખસને જોતા તેની પુછપરછ કરી હતી ત્યારે આ શખસ કોઇ બોલતો ન હતો જેથી દુકાન માલિકે ૧૦૮માં જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી અને પાટાપીંડી વાળા શખસને અંદર બેસાડી દુકાનદારને સાથે આવવા જણાવ્યુ હતુ.
જેથી દુકાનદાર એમ્બ્યુલન્સમાં બેસી આ શખસને લઇ કલોલની મ્યુનિસપિલ હોસ્પીટલમાં ગયા હતા જયાં ફરજ પરના પટાવાળાએ રોફ મારી વેપારીને જણાવેલ કે આ તો ધર્મશાળા છે તે આ વ્યક્તિને લઇ તમે અહી આવ્યા છો ત્યારે વેપારીએ પાટાપીંડીવાળા દર્દીને દાખલ કરવા વિનંતી કરી તો તેણે ડોકટરને બોલાવ્યા તો ડોકટરે પણ ઉધ્ધત જવાબ આપતા જણાવેલ કે આ પેશન્ટ છે જ નહી ત્યારે વેપારીએ કહેલ કે દર્દીનુ હુ શુ કરૂ તો ડોકટરે કહેલ કે આનો જવાબ મારી પાસે નથી આમ માનવતા ધર્મ બજાવવા ગયેલા વેપારી સાથે હોસ્પીટલમાં બેજવાબદારીભયું ઉધ્ધત વર્તન કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો.
અંતે લાંબી રકઝક બાદ પાટાપીંડીવાળા અજાણ્યા શખસને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે મોડી સાંજે
જાણવા મળ્યા મુજબ પાટાપીંડીવાળા શખસનુ નામ ચોથાભાઇ કરશનભાઇ કોળી(બાવરીયા) હોવાનુ માલુમ પડÛુ છે પણ દર્દી વધુ કોઇ જણાવવાની સ્થિતિમાં નથી તેમ સુત્રોએ જણાવ્યુ હતુ.