• Gujarati News
  • વઢવાણ વિકાસ વિધ્યાલયમાંથી એક સાથે પાંચ યુવતી ગુમ થઇ

વઢવાણ વિકાસ વિધ્યાલયમાંથી એક સાથે પાંચ યુવતી ગુમ થઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ધ્રાંગધ્રા
વઢવાણના વિકાસ વિધ્યાલયમાં અનાથ અને અન્ય યુવતીઓને રાખવામાં આવે છે ત્યારે આ સંસ્થામાંથી એક સાથે પાંચ યુવતી ગુમ થતા ચકચાર ફેલાઇ છે.આ અંગે વઢવાણ પોલીસ મથકે જાણ કરાતા આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે.
વઢવાણ ખાતે વર્ષોથી કાર્યરત વિકાસ વિધ્યાલય નામની સામાજિક સંસ્થા આવેલી છે.આ સંસ્થાનમાં અનાથ, વિધવા,ત્યકતા સહિતની મહિલાઓ વસવાટ કરે છે ત્યારે વિકાસ વિધ્યાલયમાં અવારનવાર યુવતી ગુમ થવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગત માસે મેળા દરમિયાન પણ યુવતીઓ ગુમ થઇ હતી ત્યારે ફરીવાર વિકાસ વિધ્યાલયમાંથી એક સાથે પાંચ યુવતી ગુમ થયાની ઘટના પ્રકાશમાં આવી છે.વઢવાણના વિકાસ વિધ્યાલયમાંથી પાંચ યુવતી ગુમ થતા સંચાલકોમાં દોડધામ મચી હતી. આ યુવતીઓ નહીં મળી આવતા આ અંગે વિકાસ વિધ્યાલયના દક્ષાબેન શાહે પોલીસ મથકે અરજી દ્વારા પાંચ યુવતી ગુમ થયાનું જણાવ્યું છે.વઢવાણ પોલીસે આ અરજી સ્વીકારી એ.એસ.આઇ. કેશાભાઇ સુમેરાને
તપાસ સોંપી છે.