• Gujarati News
  • આજે બાવળામાં લોકમેળો યોજાશે

આજે બાવળામાં લોકમેળો યોજાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બાવળા
બાવળામાં હાઇવે રોડ ઉપર આવેલા શ્રી રામદેવપીરના મંદિરે રામદેવપીરનો નવરાત્રિ મહોત્સવ ધામધૂમથી ઊજવાઇ રહ્યો છે. બાવળામાં ઠાકોરવાસમાંથી રામદેવપીરને શણગારેલા રથમાં બેસાડીને નેજા સાથે ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડો નગરમાં ફરીને મંદિરે પહોંચી ભકતોએ નેજા ચડાવ્યા હતા. રાત્રે બાર વાગે રામદેવપીરનો જન્મોત્સવ ધામધૂમથી ઊજવાશે. બુધવારે મંદિરના પટાંગણમાં લોકમેળો યોજાશે.બાવળામાં હાઇવે ઉપર ત્રિમૂતિg હોસ્પિટલની બાજુમાં આવેલા શ્રી રામદેવપીરના મંદિરમાં રામદેવપીરની નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરમાં રાત્રે વિવિધ ભજન મંડળો દ્વારા ભજનોની રમઝટ બોલાવવામાં આવે છે. સોમવારે રામાપીરની નોમ હોવાથી બાવળા બજારમાં આવેલા ઠાકોરવાસમાં ખોડાજી ઠાકોરના ઘરેથી સવારે શણગારેલા રથમાં શ્રી રામદેવપીરને બેસાડીને બેન્ડવાજાની ભકિતમય ધૂન, અબીલ-ગુલાલની છોળો વચ્ચે વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં નગરના અને આજુબાજુના ગામડાના ભકતો નેજા લઇને વરઘોડામાં જોડાયા હતા.