ન્યૂઝ ઇનબોકસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા સહિત તાલુકામાં ગણેશોત્સવ ઉજવાયો
ચાણસ્મા& ચાણસ્મા નગરના ગણપતિ મંદિર પાસે ધામધૂમથી ગણેશોત્સવ ઉજવાયો બાદ સોમવારે ચાણસ્મા નગરમાં ભવ્ય ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી. જ્યારે તાલુકાના રામગઢ ખાતે પણ ગણેશ ચતુર્થી ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. ઉત્સવ દરમિયાન પંથકના પ્રસિદ્ધ કલાકારોનો લોકડાયરો, ગણેશયાગ, શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બાદ ગણેશજીની મૂતિgનું બેન્ડવાજાના તાલે નજીકની નર્મદા મૈયાના નીરમાં સોમવારે મૂતિgનું ભકિતભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.

સોસાયટીના સીસીરોડનું સાંસદના હસ્તે ખાતમુહૂર્ત
પાટણ &પાટણ શહેરમાં છીંડીયા દરવા બહાર આવેલ આસોપાલવ સોસાયટીમાં સીસી રોડનું મંગળવારે ખાતમુહૂર્ત કરતાં રાજ્યસભાના સાંસદ દિલીપભાઇ પંડ્યાએ રસ્તાના માપ અને માલમાં કોઇ ગેરરીતિ જણાશે તો કડક કાર્યવાહી કરતાં અચકાઇશ નહીં તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ મનોજ ઝવેરી, હેમંત તન્ના, ભરત ભાટીયા, સુરેશભાઇ પટેલ, ઇજનેર મયંક પટેલ વગેરે હાજર રહ્યા હતા.

સમોડા ગામે હોજમાં પડી જતાં આધેડનું સારવાદ બાદ મોત
ચાણસ્મા& પાટણ તાલુકાના સમોડા ગામના વતની અને મુંબઇ ખાતે રહેતાં હરગોવનભાઇ કાનજીભાઇ નાયી તેમન વતન સમોડા ગામે આવેલા હતા તે વખતે ૩૦ જૂનના રોજ એકાએક હોજમાં પડી જતાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેથી તેમને અમદાવાદ ખાતે વાડીલાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને ર૪ સપ્ટેમ્બરે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે અમદાવાદ પોલીસના હેડ કોન્સ્ટેબલે પાટણ તાલુકાપોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત નોંધ કરી હતી.