• Gujarati News
  • પત્નીને પગાર નહીં, આર્થિક સિકયોરિટી આપો

પત્નીને પગાર નહીં, આર્થિક સિકયોરિટી આપો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વુમન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનસ્ટિ્રીની પ્રપોઝલ પર મંજુરીની મહોર વાગશે તો પતિઓએ તેમની સેલેરીનો અમુક હિસ્સો વાઇફને આપવો પડશે. જુદા જુદા ક્ષેત્રની અગ્રણી મહિલાઓ અને અગ્રણી પુરુષો આ વિશે શું વિચારે છે એ જાણવા ‘સિટી ભાસ્કરે’ એક ટોક શોનું આયોજન કર્યું હતું. આ ટોક શોમાં કેટલાકે આ પ્રપોઝલની ફેવરમાં તો કેટલાકે આ પ્રપોઝલની અપોઝમાં ડસ્કિશન કર્યું હતું. ડસ્કિશન દરમિયાન આ કાયદો હોવો જોઈએ કે નહીં, આનાથી શું બેનિફિટ્સ મળશે? કાયદાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? સેલેરીના કેટલા પસેgન્ટેજ વાઇફને મળવા જોઈએ? એટલું જ નહિ બિઝનેસપર્સન્સ કેવી રીતે વાઇફને ઇન્કમમાંથી હિસ્સો આપશે? જેવા સવાલો ઊભા થયા હતા. કેટલાક લોકોએ ભારપૂર્વક કહ્યું હતું કે, શહેરો કરતાં ગામડાઓમાં આ પ્રકારના કાયદાની વધુ જરૂર છે. કેટલાક લોકો માને છે કે, ચોક્કસ પર્સન્ટેજ આપવા કરતાં અડધો ભાગ હોવો જોઈએ જેથી સમાનતા રહે.જો કે ટોક શોમાં હાજર રહેલા મોટાભાગના પુરુષોએ પત્નીને સેલરીનો હિસ્સો આપવાની તૈયારી બતાવી હતી. આ ટોક શો દરમિયાન કેટલીક મહિલાઓએ દલીલ કરી હતી કે, લગ્ન લાગણીનાં સંબંધ પર ટક્યાં હોય છે નહિઁ કે કાયદાના સંબંધ પર. આ કાયદાથી લાગણીના સંબંધો જોખમાઇ શકે છે. ટોક શોના અંતે એવું નક્કી કરાયું કે ±ાીની સિકયોરિટી માટે ±ાી-ધન તરીકે પણ આ કાયદો જરુરી છે.
આ ફાયદા થશે
@ આ કાયદાને કારણે હાઉસ વાઇફ્ આર્થિક રીતે સ્વતંત્ર બનશે અને પોતાને સિકયોર ફિલ કરશે.
@ સિકયોરિટી કોઇપણ સંબંધ માટે જરુરી હોય છે. ±ાી આર્થિક રીતે પોતાને સિકયોર ફિલ કરશે તો એ માનસિક રીતે શાંત રહી શકશે અને એની પોઝિટિવ અસર પરિવાર પર થશે.
@ કેટલીક વખત કાયદો વ્યક્તિને પકડમાં લેવા માટે કામ આવે છે. જે ±ાીઓ જાગૃત નથી એમના માટે આ કાયદો
હિતદાયી સાબિત થશે.
@ પત્ની એની ઇચ્છા પ્રમાણે એનો ઉપયોગ કરી પોતાની ઇચ્છા પૂરી કરશે, એના કામની કદર થતી થશે અને એનું સન્માન પણ વધશે.
આ ગેરફાયદા થશે
@ ધર્મપત્ની કાયદા પત્ની થઇ જશે. પત્નીના એકાઉન્ટમાંથી રકમ પાછી લઇ લેવાશે. પુરુષને જવાબદારીમાંથી છટકવાનો રસ્તો મળી જશે.
@ આપણી સંસ્કૃતિમાં મેરેજ થાય ત્યારે બધુ એક જ થઈ જાય છે. આવો કાયદો લાવવાથી મારુ-તારુંની ભાવના
આવી જશે.
@ અમુક પર્સન્ટેજ સેલેરી આપવામાં આવશે એટલે સ્રીને એવું ફીલ થશે કે તેના કામ માટે તેને પે કરવામાં આવી રહ્યું છે. વળી કાયદો મંજુર થશે તો પતિ-પત્નીના સંબંધ પર અસર થશેે અને રિલેશન પ્રોફેશનલ થઈ જશે. રિલેશનશીપમાં ઇગો આવી જશે અને પુરુષનો હક વધી જશે. બેલેન્સ ખોરવાશે.
પ્રજ્ઞા વશી & લેખિકા
સન્માન પર પ્રહાર
હું માનું છું કે આવો કાયદો ન હોવો જોઇએ. આ કાયદાથી ±ાીના સન્માન પર પ્રહાર થઈ શકે છે. આપણે ત્યાં સંબંધો લાગણીથી સચવાય છે,
કાયદાથી નહિઁ.
બીના રાવ & એિકટવસ્ટિ
મારું-તારું વધી જશે
આ કાયદો ન હોવો જોઇએ. જેને કારણે સંબંધોમાં મારું-તારું વધશે. પતિ-પત્નીના સંબંધો પ્રોફેશનલ થઇ જશે. આને કાયદો ન બનાવો, લાગણીના સંબંધો લાગણીનાં જ રહેવા દો.
વંદના ભટ્ટાચાર્ય & બિઝનેસ વુમન
સમાન હિસ્સો આપો
કાયદો હોવો જોઇએ, પણ એનાં પર્સન્ટેજ ફિકસ ના કરો. આ હિસ્સો પતિ અને પત્નીએ સમજીને સાથે મળીને નક્કી કરવો જોઇએ. હું તો કહું છું ૫૦ ટકા હિસ્સો મળવો જોઇએ.
સંગીતા ચોકસી & ફેશન ડઝિાઈનર
±ાી સિકયોર થશે
કાયદાને કારણે ±ાીને સિકયોરિટી મળશે અને સેલ્ફ રસ્પિેકટ વધતા એનો કોિન્ફડન્સ પણ વધશે. પત્નીના એકાઉન્ટમાં જમા થતી રકમ એકરીતે ±ાી-ધન જ કહેવાશે.
ગીતા શ્રોફ & એિકટવસ્ટિ
કાયદો જરુરી છે
અપર મિડલ કલાસની ±ાીઓને વાંધો નથી આવતો, પણ જે ±ાીઓ જાગૃત નથી એમનાં માટે આ કાયદો ચોક્કસ જ જરુરી છે. આ કારણે ±ાી આર્થિક રીતે ચોક્કસ જ સલામત થશે.
ઉર્વશી પચ્ચીગર & વિચારક
સંબંધ ઉડી જશે
આ કાયદાથી સંબંધનો છેદ ઉડી જશે. કાયદો આવે તો પણ એમાં સેલેરી શબ્દનો ઉપયોગ નહિઁ કરવો જોઇએ. પત્ની કોઇ કર્મચારી નથી, માટે સેલરી શબ્દનો ઉપયોગ યોગ્ય નથી જ.
®úંગી દેસાઇ & એડવોકેટ
±ાી માટે જરુરી છે
પુરુષ જ્યારે પોતાની જવાબદારીમાંથી છટકી જાય ત્યારે આ કાયદો એના માટે એક પકડ બની શકે. ±ાીની પોતાની જરુરિયાત માટે આ
કાયદો જરુરી છે.
આવો હોવો જોઈએ કાયદો
ટોક શોમાંથી એક સૂર નીકળતો હતો કે, આજે સ્રીઓ માટે અનેક કાયદાઓ છે, પણ એની તેમને ખબર હોતી નથી. આવી સ્થિતિમાં કાયદાનો ફાયદો સ્રીઓને સરળતાથી મળી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. આથી જ હસબન્ડની સેલેરીમાંથી અમુક હિસ્સો ઓટોમેટિકલી સ્રીના બેંક એકાઉન્ટમાં જમા થઈ જવો જોઈએ.
કપિલદેવ શુકલ & નાટÛકાર
પુરુષ વધારે હક જતાવતો થશે
કાયદો હોવો જ જોઇએ. ±ાીને સેલેરીમાંથી હિસ્સો મળશે એ એના હકનો જ મળશે. પણ આ કાયદાને કારણે પુરુષ પૈસા આપીને વધારે હક જતાવતો થઇ જશે. સેલરી રુપે તો નહિઁ જ, પણ ±ાીના સન્માન માટે ચોક્કસ જ આપવો જોઇએ.
કિરણ દેસાઇ & એજયુકેશનાલસ્ટિ
મૂલ્યો બદલાય માટે જરુરી
આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે. આર્થિક રીતે પુરુષ પગભર છે એટલે એને સન્માન મળે છે. ±ાીની ડગિ્નીટી જળવાય માટે કાયદો હોવો જોઇએ. સમાજમાં મૂલ્યો બદલાય એ માટે પણ
આ કાયદો જરુરી છે.
બી.એ. પરીખ& રેશનાલસ્ટિ
સામાજીક કારણથી પણ જરુરી
માત્ર આર્થિક જરુરિયાત માટે જ નહિઁ, સામાજીક રીતે જોવા જઇએ તો પણ આ કાયદો જરુરી છે. આ કાયદાને કારણે ±ાીની ડિગિ્નટી જળવાશે. લોકોનું ±ાી પ્રત્યેનું મનોવલણ બદલાશે અને જાગૃતિ પણ આવશે, પર્સન્ટેજ નક્કી કરવાની જરુર નથી.