• Gujarati News
  • મોદી ૨૯મીએ રાપર ભચાઉ આવશે

મોદી ૨૯મીએ રાપર-ભચાઉ આવશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામી વિવેકાનંદજીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તા.૨૯/૯ના યુવા વિકાસયાત્રા માટે રાપર અને ભચાઉ આવી રહ્યા છે, તે પૂર્વે પૂર્વ કચ્છની રણકાંધીએ આવેલાં એકલમાતાના મંદિરેથી સોમવારે (તા.૨૪મીના) ઉપયાત્રાના રથનું પ્રસ્થાન કરાયું હતું. ભાજપ યોજિત આ
ઉપયાત્રા તા.૨૪થી ૨૮/૯ સુધી રાપર, ગાંધીધામ અને ભચાઉમાં ફરશે.
રાપર તાલુકાના ૯૪ ગામ અને શહેરની સાત વોર્ડ, ભચાઉ તાલુકાના ૭૧ ગામ અને શહેરના ૯ વોર્ડ તેમજ ગાંધીધામ તાલુકાના ૮ ગામ અને શહેરના ૧૪ વોર્ડમાં આ ઉપયાત્રા ફરી વળશે. એકલધામથી આજે સવારે આરંભાયેલી ઉપયાત્રા ભચાઉના નંદગામ શિવમંદિરે પહોંચી હતી. યાત્રા દરમિયાન સ્વામી વિવેકાનંદના સાહિત્યનું વિતરણ કરાશે,
તેમજ ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા તથા
જિલ્લા ભાજપના મોવડીઓ તેમાં જોડાશે.
આ યાત્રાના ઇન્ચાર્જ અને જિલ્લા ભાજપના મંત્રી મોમાયાભા પી.ગઢવીએ કચ્છના વધુને વધુ લોકો વિવેકાનંદ યુવા વિકાસયાત્રામાં જોડાય અને સ્વામીજીના વિચારોનું ભાથું ગ્રહણ કરી પરિવાર, સમાજ તથા રાષ્ટ્રના વિકાસ-નવનિમૉણમાં સહભાગી બને તેવો અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેયુંં હતું કે, મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ સમગ્ર રાજ્યમાં સ્વામીજીના વિચારોનું ભાથું લઇને નીકળ્યા છે, ત્યારે ભાજપ પરિવાર દ્વારા પૂર્વ કચ્છમાં તેને જોરદાર સફળતા મળે તે માટે કામગીરીનો આરંભ કરાયો છે.