• Gujarati News
  • દરરોજ ઉભરાતી ગટરોથી પુણાગામના લોકો ત્રસ્ત

દરરોજ ઉભરાતી ગટરોથી પુણાગામના લોકો ત્રસ્ત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુણાગામમાં કારગીલ ચોક પાસેની સોસાયટીઓમાં રોજ સવારે ડ્રેનેજ લાઇનની ખામીના કારણે ગટરનાં પાણી ઉભરાય છે. પરિણામે ગટરના પાણી રસ્તાઓ પર ફરી વળતા લોકો ગંદકી અને દુગઁધથી ત્રસ્ત થઇ ગયા છે.
રોજ સવારે કારગીલ ચોકની આઠથી દસ સોસાયટીઓના રસ્તાઓ પર ફૂટ-ફૂટ જેટલાં ગટરનાં પાણી ભરાતા સ્થાનિક લોકોને પારાવાર હાલાકી વેઠવી પડે છે. આ બાબતે ફરિયાદ કરતા હંગામી ધોરણે રપિેરÃગ કરવામાં આવે છે પરંતુ તેનો કોઈ કાયમી ઉકેલ કરવામાં આવતો નથી. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી આ વિસ્તારની અડધો ડઝન જેટલી સોસાયટીઓના લોકો આ સમસ્યાથી તંગ આવી ગયા છે. આમ છતા પણ તંત્ર દ્વારા કોઇ કાયમી પગલા ભરાતા નથી.
કોઈ ફરિયાદ મળી નથી
^ પુણાગામની રોજે પાણી ભરાવાની આ સમસ્યા બાબતે હજુ સુધી મારી પાસે કોઇ ફરિયાદ આવી નથી. આમ છતાં સુરત મહાનગરપાલિકાના જે-તે અધિકારીઓને સૂચના આપીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે. મણીલાલ માંડવિયા, સ્થાનિક કોપોઁરેટર
સવારમાં રસ્તાઓ પર ફૂટ-ફૂટ જેટલાં પાણી
^ ગટરની લાઇનના ફોલ્ટના કારણે લગભગ રોજ ગટરો ઉભરાય છે. રોજ સવારમાં રસ્તાઓ પર ફુટ-ફુટ જેટલા ગટરના પાણી ભરાય છે. આથી ગંદકી મચ્છરોનો ત્રાસ ખૂબ વધી ગયો છે. પ્રવીણભાઇ ભીમાણી, સરિતા સોસાયટી
આ સમસ્યાના કારણે લોકો પર થતી અસરો
- ગટરનાં પાણી રોજ સવારે રસ્તાઓ પર ફરી વળતા પારાવાર ગંદકી
- આ વિસ્તારોમાં મલેરિયા,ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ
- પાણીજન્ય રોગોનો ઉપદ્રવ
- રસ્તાઓ પર ક્યારેક ફૂટ-ફૂટ જેટલાં ગટરનાં પાણી ભરાતા શાળાએ જતાં બાળકો અને મહિલાઓને પારાવાર હાલાકી ભોગવવી પડે છે.
- રસ્તાઓ પર પાણી ભરાતા રસ્તાઓ તૂટી ગયા છે.
રસ્તાઓ પર ગટરનાં પાણી ભરાતા લોકો ત્રસ્ત
^ રસ્તાઓ પર પાણી ભરાતા શાળાએ પગપાળા જતા બાળકો, મહિલાઓને ખૂબ જ તકલીફ પડે છે. પાણી ભરાતા રસ્તાઓ તૂટી ગયા છે. આથી વાહનચાલકોને પણ ખૂબ તકલીફ પડે છે. છતાં પણ કોઇ ધ્યાન આપતું નથી. કલ્પેશભાઇ સેંજલિયા, વાહનચાલક
આ સોસાયટીઓની સમસ્યા
૧.સરિતા સોસાયટી
૨.રુક્ષ્મણી વિભાગ-૧,૨
૩.નર્વેતસાગર
૪.પુષ્પક સોસાયટી
૫.મારુતિધામ
૬.સાકેતધામ