• Gujarati News
  • લખપત તાલુકાની પ્રથમ કોલેજ દયાપરમાં શરૂ કરવાની જાહેરાત

લખપત તાલુકાની પ્રથમ કોલેજ દયાપરમાં શરૂ કરવાની જાહેરાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી સમયમાં લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં કોલેજ શરૂ કરાશે તેવી જાહેરાત આ વિસ્તારના ધારસભ્યે રૂ.૫.૫૦ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતાં કરી હતી.
ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલીએ તાલુકાના કોરિયાણી ફાટક પાસે રૂ.બે કરોડના ખર્ચે બનનારા પાનધ્રોથી નારાયણ સરોવર રોડ તેમજ રૂ.૧.૨૫ કરોડના ખર્ચે નિમૉણ પામનારા જંગડિયા એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું, જ્યારે નારાયણ સરોવર મધ્યે રૂ.બે કરોડના ખર્ચે નિમૉણાધીન ઉચ્ચ માધ્યમિક સ્કૂલનું ભૂમપિૂજન તથા તીર્થધામે જ રૂ.૩૦ લાખના ખર્ચે તૈયાર થયેલી માધ્યમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું.
આગામી સમયમાં લખપત તાલુકા મથક દયાપર ખાતે કોલેજ શરૂ કરવાની જાહેરાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, તેઓ ધારાસભ્ય બન્યા, ત્યારે આ પંથકના ૪૩ જેટલાં એવાં ગામ હતાં, જયાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો, આજે આ તમામ ગામો જરૂરી પ્રાથમિક સુવિધાથી સજજ બન્યાં છે. તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઇ જોષીએ આ વિસ્તારની મોટા ભાગની સમસ્યાઓ દૂર થઇ હોવાનું જણાવ્યું હતું. ભાણજી સોઢા, સૂરેન્દ્રસિંહ જાડેજા, ઝુઝારસિંહ ચૌહાણે વિકાસકામોની પ્રશંસા કરી હતી. તા.પં.ના વપિક્ષી નેતા મોડ જાફર, ચંદ્રદાન ગઢવી, જયેશદાન ગઢવી તેમજ પક્ષના અગ્રણી કાર્યકરો સાથે રહ્યા હતા તેવું ભાજપ મીડિયા સેલના ઇન્ચાર્જ ઘનશ્યામ ઠકકરની યાદીમાં જણાવાયું હતું.