• Gujarati News
  • ચૂંટણીપંચ ગુજરાતમાં: કાલે વીડિયો કોન્ફરન્સ

ચૂંટણીપંચ ગુજરાતમાં: કાલે વીડિયો કોન્ફરન્સ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાની ચૂંટણીની તૈયારીઅર્થે કેન્દ્રનું ચૂંટણીપંચ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે.તા.૨૬મીએ સૌરાષ્ટ્રભરના ચૂંટણી અધિકારીઓ,રિટિનઁગ ઓફિસરો સહિત રાજ્યના તમામ ઓફિસરો સાથે તે વીડિયો કોન્ફરન્સ કરશે.રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્રે આ વીડિયો કોન્ફરન્સની તૈયારીના ભાગરૂપે આજે વિશેષ બેઠક પણ યોજી હતી.
કેન્દ્રના ચૂંટણી કમિશનર જુત્સી આજથી ગુજરાત આવ્યા છે અને તેઓ તા.૨૬ને બુધવારે સમગ્ર રાજ્યના ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજશે. રાજકોટ જિલ્લા કલેકટર,નાયબ ચૂંટણી અધિકારી અને અન્ય અધિકારીઓએ આ મિટિંગની તૈયારી આજે કરી હતી. રાજકોટ જિલ્લામાં કેટલા મતદારો છે,કેટલા નવા નોંધાયા,કેટલાને ઇપિક કાર્ડ આપી દેવાયા છે તથા કમી થયેલાં નામોની સંખ્યા કેટલી છે વગેરે તમામ વિગતોની આ બેઠકમાં ચર્ચા થઇ હતી.
આ વખતે ચૂંટણીપંચની પહેલેથી જ સૂચના હતી તે અનુસાર ક્યાંય કોઇનું નામ મતદારયાદીમાં નોંધવાનું બાકી ન રહે તેની તકેદારી રખાઇ છે. ચૂંટણીતંત્રનો દાવો છે કે તેમણે બૂથ લેવલના ઓફિસરોને અનેક ઘરે ઘરે મોકલીને નામો નોંધ્યાં છે.
રાજકોટમાં નવી નોંધણી અને કાર્ડ વિતરણનું કામ ૯૯ ટકાથી વધારે પૂર્ણ થઇ ગયું છે. આ વખતે દરેક બૂથમાં ૧૪૦૦ના બદલે ૧૫૦૦ મતદારો મતદાન કરી શકશે.૨૫૮૩ મતદાન મથકો પણ નક્કી થઇ
ગયાં છે.
ગયા અઠવાડિયે ચૂંટણીતંત્રે પોલીસ વિભાગ સાથે પણ બેઠક યોજી હતી ટૂંક સમયમાં રાજકોટમાં કયા સુરક્ષાદળની કેટલી ટુકડીઓ ફોળવવી તે નક્કી થશે. આ તમામ બાબતોની ચર્ચા વીડિયો કોન્ફરન્સમાં થશે. ઉપરાંત રાજકીયપક્ષોની ગતિવિધિ,પ્રચાર પાછળ અને અન્ય રીતે થતો ખર્ચ વગેરે બાબતો પર પણ ખાસ નજર ચૂંટણીપંચ રાખશે.