• Gujarati News
  • ખાધ્યતેલ બજારમાં મંદીનું વાવાઝોડું

ખાધ્યતેલ બજારમાં મંદીનું વાવાઝોડું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વબજારમાં પામ અને સોયાઓઇલ મંદીના વમળમાં ફસાઇ જતાં તેની અસરરૂપે ઘરઆંગણે પણ તમામ તેલના ભાવમાં કડાકો બોલી ગયો છે. સિંગતેલની એકધારી મંદી બાદ આજે કપાસિયા, પામોલિન અને કોર્ન ઓઇલના ભાવમાં રૂ.૧૫-૪૦ સુધીની નરમાઇ જોવા મળી છે. મોંઘવારીના આ સમયમાં ખાધ્યતેલમાં થયેલા ઘટાડાથી સામાન્ય લોકોએ થોડી રાહત અનુભવી છે.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી તેલના ભાવ ધીમીગતિએ ઘટી રહ્યા છે.આજે સિંગતેલમાં રૂ.૧૫, કપાસિયામાં રૂ.૪૦, પામોલિન-કોર્ન ઓઇલમાં રૂ.૩૦ તૂટયા છે. નવી મગફળીની આવક સારી આવક પૂર્વે સ્ટોકસ્ટિ જૂના માલ કાઢી રહ્યા છે. તે ઉ૫રાંત સારા વરસાદ બાદ થોડી મનોવૃત્તિ પણ બદલાઇ હોવાથી જૂનો માલ નીકળી રહ્યા છે. વિશ્વબજાર પાછળ પામ અને સોયાતેલમાં ગાબડા પડતાં કપાસિયા તેલમાં આજે એક જ દિવસમાં ડબે રૂ.૪૦ તૂટી ગયા હતા. આજે સિંગતેલમાં ૩-૪ ટેન્કર અને કપાસિયા તેલમાં ૧૦-૧૫ ટેન્કરના કામકાજ હતા.
સિંગતેલ નવા ટીન ૧૫ કિલો રૂ.૧૫ ઘટી રૂ.૧૮૯૦-૧૮૯૫, કપાસિયા રૂ.૪૦ ઘટી રૂ.૧૧૪૦-૧૧૫૦, પામોલિન રૂ.૩૦ ઘટી રૂ.૯૦૦-૯૦૫ અને કોર્ન ઓઇલ રૂ.૩૦ ઘટી રૂ.૧૨૨૦ના સ્તરે પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે સિંગતેલ મોંઘું બનતા ગુજરાતીઓ કપાસિયા સહિતના વૈકિલ્પક તેલ તરફ વળ્યા છે.
નવી સઝિનમાં દેશની ખાધ્યતેલની ઇમ્પોર્ટ વધશે
ઇમ્પોર્ટ ઓઇલના વેપારી અને સોલવન્ટ એકસટ્રેકટર્સ એસો.ના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઇ પટેલે કહ્યું હતું કે મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પામનો સ્ટોક વધું છે અને વપરાશકાર દેશોની ડિમાન્ડ ઓછી છે જેના કારણે મલેશિયા પામ તૂટી રહ્યું છે. સપ્ટેમ્બર, ઓકટોબર અને નવેમ્બર મહિનામાં ઉત્૫ાદન વધુ હોવાથી પામનો સ્ટોક વધી રહ્યો છે. અમેરિકામાં યુએસડીએના રિપોર્ટના અનુમાન કરતા સોયાબીનનું ઉત્પાદન વધીને આવવાની ધારણા દર્શાવાઇ રહી છે. નવી સઝિનમાં દેશની આયાત ગત વર્ષ કરતા ૪-૫ લાખ ટન વધુ રહેશે તેવો અંદાજ છે. દેશમાં મગફળી જેવા ઘરેલુ તેલનું ઉત્૫ાદન ઓછું રહેશે. સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક ઓછો હોવાથી સિંગતેલ અને અન્ય તેલનો બદલો વધુ રહેશે.
ખાધ્યતેલમાં ચાલુ મહિનાનો ઘટાડો
તેલ ૧ સપ્ટે.ના ભાવ આજના ભાવ ઘટાડો
સિંગતેલ ૨૦૮૫-૨૦૯૦ ૧૮૯૦-૧૮૯૫ -૧૯૫
કપાસિયા તેલ ૧૨૪૫-૧૨૫૫ ૧૧૪૦-૧૧૫૦ -૧૦૫
પામોલિન ૯૯૫-૧૦૦૦ ૯૦૦-૯૦૫ -૯૫
સનફલાવર ૧૨૫૦ ૧૨૫૦ ---
કોર્ન ઓઇલ ૧૨૭૦ ૧૨૨૦ -૫૦
સરસિયું ૧૩૮૦ ૧૩૪૦ -૪૦
આજનો ભાવઘટાડો
તેલ ઘટાડો
સિંગતેલ -૧૫
કપાસિયા તેલ -૪૦
પામોલિન -૩૦
કોર્ન ઓઇલ -૩૦

એકધારી મંદી બાદ સિંગતેલ રૂ.૧૯૦૦થી નીચા સ્તરે
નવી મગફળીની આવક પૂર્વેથી સિંગતેલમાં એકધારી મંદી જોવાઇ રહી છે. ઘટાડાનો દોર આજે પણ આગળ વધ્યો હતો. વધુ રૂ.૧૫ની નરમાઇ સાથે ડબાનો ભાવ રૂ.૧૮૯૦-૧૮૯૫ની સપાટીએ પહોંચી ગયો હતો. રૂ.૨૧૧૦ના સર્વોચ્ચ મથાળેથી છેલ્લા વીસેક દિવસમાં ડબે રૂ.૨૧૫નો કડાકો બોલી જતાં નવી સઝિનમાં તેલના ભાવ કેવા ખૂલશે તે ચર્ચાનો વિષય બની ગયો છે. લાંબા સમય બાદ આજે પહેલી વખત સિંગતેલના ભાવ રૂ.૧૯૦૦થી નીચા સ્તરે પહોંચ્યો છે.