• Gujarati News
  • નવરંગપુરા રામાપીરના મેળામાંથી એક બાળકીના અપહરણનો પ્રયાસ

નવરંગપુરા રામાપીરના મેળામાંથી એક બાળકીના અપહરણનો પ્રયાસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતિ સાથે અણબનાવ થતાં વાસણા બેરેજ ખાતે છ વર્ષની પુત્રી સાથે રહેતી મહિલા પુત્રી સાથે નવરંગપુરા લો ગાર્ડન ખાતેના રામાપીરના મેળામાં ગઇ હતી ત્યારે તેનો પતિ અને તેની સાથે રહેતી સુનીતા નામની યુવતી ત્યાં પહોંચી ગયા હતા અને બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લોકોની મદદથી બાળકીને છોડાવ્યા બાદ ઇન્દુબેને આ બાબતે નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ આદરી છે.
વાસણા બેરેજ ખાતે રહેતી ઇન્દુ નામની યુવતીના લગ્ન તા. ૧૧-૨-૨૦૦૬ના રોડ સમાજના યુવક હરીશ શંકરભાઇ ચંડેલ (રહે. ન્યુ સીજી રોડ, જનતાનગર) સાથે થયા હતા. લગ્ન જીવનમા ંપુત્રી ક્રશિાા જન્મ બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં ઇન્દુ પુત્રી ક્રીશા (ઉં.વ.૬) સાથે પીયર રહેવા ચાલી ગઇ હતી. જોકે આ બાબતે કોર્ટમાં કેસ ચાલે છે.
દરમિયાન સોમવારે ઇન્દુ પુત્રી ક્રશિા અને માતા અને બહેન સાથે લો ગાર્ડન નજીક ભરાતા રામાપીરના મેલામાં ગયા હતા ત્યારે તેનો પતિ હરીશ, તેની સાથે હાલમાં રહેતી (કહેવાતી પત્ની )સુનીતા નામની યુવતી અને સુનીતાના માતા પિતા ત્યાં પહોંચી ગયા હતા. અને અચાનક જ હરીશ તથા સુનીતા ક્રશિાનું અપહરણ કરી ચાલવા માંડ્યા હતા. જોકે ઇન્દુએ તેમને ઝડપી લઇ પુત્રીને મુકત કરાવવા પ્રયાસ કરતાં સુનીતા અને હરીશે તેને માર માર્યો હતો જોકે આ મારામારીમાં ઇન્દુની માતાને પણ ઇજા પહોંચી હતી. જોકે લોકોએ ક્રીશાને મુકત કરાવી હતી. બનાવ સંદર્ભે ઇન્દુએ નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ આદરી છે.