• Gujarati News
  • ંએનએસએસના સ્થાપના દિન નિમિત્તે ગુટખા વિરોધી રેલી યોજાઈ

ંએનએસએસના સ્થાપના દિન નિમિત્તે ગુટખા વિરોધી રેલી યોજાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એનએસએસ વિભાગના ૪૩મા સ્થાપના દિવસ નિમિત્તે સોમવારે વિદ્યાર્થીઓએ વિશાળ ગુટખા વિરોધી રેલીનું આયોજન કર્યું હતું. વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ એચ.એલ.કોમર્સ કોલેજ, દાદા સાહેબ પગલા વિસ્તારથી યુનિવર્સિટી ટાવર સુધીમાં વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી ગુજરાત યુનિવર્સિટી ટાવર ખાતે પહોંચી હતી, જયાં વિદ્યાર્થીઓએ ગુટખા વિરોધી અભિયાન અંતર્ગત ગુટખા મુિકત અંગેના શપથ લીધા હતા. ત્યાર બાદ યુનિવર્સિટીમાં ગુટખા વિરોધી અભિયાન અંતર્ગત ગુટખાના પૂતળાનું દહન કર્યું હતું.