• Gujarati News
  • નિરંજની અખાડાના મહંત બ્રહ્નલીન

નિરંજની અખાડાના મહંત બ્રહ્નલીન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. કલોલ
હરદ્વાર ખાતેના નિરંજની અખાડાનાં મહંત લક્ષ્મીનારાયણ ગિરીજી આજે બપોરે બ્રહ્નલીન થયાં હતાં. તેમનાં પાર્થિવ દેહને કલોલ ખાતેનાં કપિલેશ્ર્વર મંદિરમાં દર્શનાથેg લવાયો હતો.
અંબાજીમાં ગબ્બરની બાજુમાં આવેલી ભૈરવ ટેકરીનાં મંદિરનાં તેઓ ઘણા વખતથી મહંત તરીકે હતાં. લક્ષ્મીનારાયણ ગિરીજીની તબિયત નાદુરસ્ત હોવાથી બે દિવસ પહેલા તેમને અમદાવાદ ખાતેની સેલ્બી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. તેઓની તબિયત વધારે બગડતાં આજે બપોરે ૩.૩૦ વાગ્યે તેઓ બ્રહ્નલીન થયાં હતાં. તે પછી તેમના પાર્થિવ દેહને આજે સાંજે ૭.૩૦ વાગ્યે કલોલ ખાતેના કપિલેશ્ર્વર મંદરમાં લાવવામાં આવ્યો હતો. રાત્રે તેમના દેહને હરિદ્વાર ખાતે સમાધી માટે લઇ જવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.