• Gujarati News
  • ભગવાનને ભૂલ્યા અને મુશ્કેલીઓ શરૂ

ભગવાનને ભૂલ્યા અને મુશ્કેલીઓ શરૂ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંસારમાં પરમાત્મા બે આંખોથી જગતને નહિાળે છે, પહેલી મગજની આંખોથી અને બીજી દિલની આંખોથી. દિલ હંમેશાં આભારની મુદ્રામાં રહે છે, જ્યારે મગજ શંકા, ફરિયાદ, તર્ક અને સંશોધનમાં રસ ધરાવે છે. જ્યારે હૃદયપ્રદાન વાણી હોય ત્યારે વાર્તાલાપ ભિકતના અદ્ભુત ર્દષ્ટાંતોમાં બદલાઈ જાય છે. સુંદરાકાંડમાં હનુમાનજી શ્રીરામ સાથે ચર્ચા કરી રહ્યા હતા. સીતાજી લંકામાં કેવી મુશ્કેલી ભોગવી રહ્યાં છે તેનું વિવરણ તેઓ જાણવા માગતા હતા. અહીંયા હનુમાનજી ખૂબ જ સરસ સિદ્ધાંત આપે છે. તુલસીદાસજી લખે છે, ‘કહ હનુમંત વપિત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોઈ’. હનુમાનજી કહે છે, પ્રભુ! જીવનમાં મુશ્કેલી ત્યારે જ છે, જ્યારે તમારું ભજન અને સુમિરન ન હોય. જે દિવસે ભકત ભગવાનને ભૂલતો જાય છે, તે દિવસથી તે અનેક મુશ્કેલીઓને આમંત્રિત કરી લે છે. આમાં શબ્દ, સૂર અને તાલની રુચિ પણ કામ કરે છેે. નાનાં કામ આપણને ઘણી સમસ્યાઓ, પરેશાનીઓથી મુકત કરાવી શકે છે.@ ોણ્કૂચ્eોૂખ્ણ્કૂખ્@gકૂૌ^.ેગ્ક