• Gujarati News
  • બોટાદને જિલ્લો જાહેર કરાતા આનંદો

બોટાદને જિલ્લો જાહેર કરાતા આનંદો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્યમાં તાજેતરમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા ફરી રહી છે જે રવિવારના રોજ બોટાદમાં જયોતગિ્રામ સર્કલ ભાવનગર ત્રણ રસ્તા પાસે સાંજના સુમારે તેના નિયત સમય કરતાં લગભગ બે કલાક મોડો આવી પહોંચી હતી. ઠેર ઠેર વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા રથનું તેમજ મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યુ ંહતું. બોટાદ તાલુકાના બોડી તથા બાબરકોટ ગામમાં થઇને આ રથ બોટાદ મુકામે આવી પ«ોચ્યો હતો.
રવિવારના રોજ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા રથ બોટાદમાં આવી રહ્યો છે તેનું માહોલ એક પર્વ જેવું લાગી રહ્યું હતું. બોટાદમાં ઠેર ઠેર હોડિeગ, પતાકા, ધજા વગેરે જોવા મળી રહ્યું હતું. બપોરના ૪ કલાકે પરષોતમ રૂપાલા તથા આર સી ફળદુ તથા અનેક આગેવાનો બોટાદમાં આવી પહોચ્યા હતાં. પરષોતમભાઇ એ પોતાના ઉદબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. અનેક કોંગ્રેસે કરેલા કૌભાંડો બાબતે ઉપસ્થિત જનમેદનીને જાણ કરી હતી.
ત્યારબાદ લગભગ એક કલાકની આતુરતા બાદ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનો રથ મુખ્યમંત્રી સાથે બોટાદ મુકામે આવી પ«ોચ્યો હતો.
આ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા દરમ્યાન પોતાના ઉદબોધનમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બોટાદનો અનહદ વિકાસ તેમજ બોટાદનો હું કાયમી ઋણી છું તેમ કહી બોટાદને જીલ્લો જાહેર કર્યો હતો જેનો અમલ આગામી તા. ૨૬-૦૧-૧૩ પછી થશે.
મુખ્યમંત્રીએ જીલ્લો જાહેર કરતાં ની સાથે જ ઉપસ્થિત જનમેદનીએ તાળીઓ ગડગડાટ થી વધાવી લીધો હતો. તેમજ ભાજપના કાર્યકર્તાઓ નાચવા લાગ્યા હતાં. બોટાદ તાલુકામાંથી જીલ્લો બનશે જેને લીધે આવનારા દિવસોમાં બોટાદને ભાવનગર ની જેમ સરકારી કચેરીઓ, ન્યાયાલય, વગેરેના લાભો મળશે તેમજ બોટાદનો વિસ્તાર વધશે જેને કારણે બોટાદની તમામ સ્થાવરો મિલકતોમાં જંગી ભાવો વધશે. વેપારીઓ કે નગરજનો બોટાદમાં બેઠા બેઠા જ તમામ કામો કરી શકશે. અનેક પ્રાઇવટ કંપની, સરકારી કે અર્ધ સરકારી કચેરીઓ બોટાદમાં વધશે. ધંધો નોકરીની નવી તકો મળશે. જોકે, ટેકસ વધશે પણ સુખ-સુવિધાઓમાં વધારો થશે.
જીલ્લો બનવાથી બોટાદ નગરજનો ખુબ જ ખુશ ખુશાલ જોવા મળી રહ્યાં હતાં. બોટાદને જીલ્લો જાહેર કરતાં અભિનંદનની વર્ષોઓ થઇ રહી હતી. ઠેર ઠેર ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.