• Gujarati News
  • ખેલૈયાઓએ શરૂ કરી ઝૂમવાની તૈયારી

ખેલૈયાઓએ શરૂ કરી ઝૂમવાની તૈયારી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણપતિ ઉત્સવમાંથી હજી તો આયોજકો હાશકારો અનુભવશે ત્યાં તો નોરતાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું હશે. શેરીઓ પ્રાચીન ગરબી માટે શણગાર સજશે અને પાર્ટીપ્લોટ્સ ધમાકેદાર અવૉચીન દાંડિયારાસનો ધબકાર ઝીલવા સજજ બનશે. પ્રિન્સ-પ્રિન્સેસ બનવા માટે યુવક-યુવતીઓ થનગની રહ્યા છે અને અત્યારથી જ રાસ શિખી રહ્યા છે.સ્ટેપ્સ શીખી રહ્યા છે. ૧૬મી ઓકટોબરે પ્રથમ નોરતું છે,રાજકોટના ગરબા તો રાજ્યભરમાં પ્રચલિત છે. શહેરમાં નવરાત્રિની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ગરબા ગ્રાઉન્ડ પર સૌથી યુનિક ગરબા સ્ટાઇલ પરફોર્મ કરવા માટે અત્યારથી જ કલાસમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ પરસેવો પાડી રહ્યા છે. રાજકોટમાં વર્ષોથી ટ્રેડશિનલ સ્ટાઇલની સાથે વેસ્ટર્ન ટચ પણ જોવા મળી રહ્યો છે. જેની પ્રેક્ટિસો કરવામાં ખેલૈયાઓ મશગુલ બની ગયા છે.