• Gujarati News
  • ભાવનગર જિલ્લાના જળાશયોમાં પાણીનો નહીંવત જથ્થો બાકી

ભાવનગર જિલ્લાના જળાશયોમાં પાણીનો નહીંવત જથ્થો બાકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરાજાએ લાં...બો....વિરામ લીધો છે. ત્યારે ઘાસચારાનો તો પ્રશ્ન હળવો થઇ ગયા બાદ આગામી સમય માટે જળ સિંચન માટેનો સવાલ ઘેરો બનવાના એંધાણો વર્તાઇ રહ્યા છે, કેમ કે હાલના તબ્બકે ભાવનગર જિલ્લાના જળાશયોમાં માત્રને માત્ર ૧૧.૮૨ ટકા જ જળ જથ્થાનો સંગ્રહ થયેલો છે.
ભાવનગર જિલ્લાના નાના મોટા બે ડઝન જળાશયોમાં જળ જળ જથ્થાનો સંગ્રહ થાય છે. જેના સારા પ્રતાપે આસ પાસના વિસ્તારોમાં પિયત માટેના તળ જીંવત રહે છે. પરંતુ આ વર્ષે પીવા અને સિંચાઇ માટે આશિવૉદરૂપ ગણાતા શેત્રંુજી ડેમમાં પણ માત્ર ૧૫.૭૪ ટકા જ જળ જથ્થાનો સંગ્રહ થયો છે. જળ સિંચન ક્ષેત્રે મોટી ખામી સર્જાશે. તેવા સંજોગો છે. દર વર્ષે મોટા ભાગના જળાશયો ઓવર ફલો થાય છે. ત્યારે આ વર્ષે એક પણ જળાશય ઓવરફલો થયા નથી. જમીનમાં જેટલુંં જળ સિંચન જોઇએ તેટલું થશે નહીં. જેનું પરિણામ આગામી સમયમાં
જોવા મળશે.