• Gujarati News
  • સુપર માર્કેટના સ્ટોરમાંથી ૨.૧૬ લાખની ચોરી

સુપર માર્કેટના સ્ટોરમાંથી ૨.૧૬ લાખની ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર શહેરમાં સેકટર-૬માં આવેલા અપનાબજાર બિલ્ડીંગનાં ભોયરામાં આવેલી સુપર માર્કેટના સ્ટોરમાં શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને રૂપિયા ૨.૧૬ લાખની રોકડ રકમની ચોરી કરી ગયાં હતાં. આ ઘટનાથી અપનાબજારના વેપારીઓમાં ફફડાટ સાથે ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે.
સેકટર-૬માં આવેલા અપનાબજાર બિલ્ડીંગનાં ભોંયરામાં વિશાલ સુપર માર્કેટ નામનો અનાજ-કરિયાણાનો પ્રોવીજન સ્ટોર આવેલો છે. તેનાં માલિક નારાયણભાઇ હરિભાઇ પટેલ શુક્રવારે રાત્રે ૯ વાગ્યે સ્ટોર બંધ કરી ઘરે ગયા હતાં. આજે શનિવારે સવારે ૯ વાગ્યે આવ્યા ત્યારે વેંટીલેટરનો કાચ અને લોખંડની જાળી તૂટેલી જોવા મળી હતી. જેથી સ્ટોરમાં ચોરી થઇ હોવાની શંકા જતાં તેમણે પોલીસમાં જાણ કરી હતી.
તેનાં આધારે સેકટર-૭ના પી.આઇ પી.એચ.ચૌધરી સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. તપાસ દરમિયાનજણાઇ અવ્યું હતું કે ગત રાત્રે અપનાબદારની બિલ્ડીંગના ભોંયરામાં ઉતરેલા તસ્કરોએ વિશાલ સુપર માર્કેટને નશિાન બનાવી હતી. વેંટીલેટરનો કાચ ખોલી જાળીના સિળયા કાપી નાખી તસ્કરો અંદર ઘૂસ્યા હતાં અને સ્ટોરનાં કબાટમાંથી રોકડ રકમ ૧.૧૬ લાખની ચોરી કરી ગયા હતાં.