• Gujarati News
  • ધોલેરાને અલગ તાલુકો જાહેર કરાયો

ધોલેરાને અલગ તાલુકો જાહેર કરાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણપુર મુકામે તા. ૨૩-૯-૧૨ના રોજ બપોરના ૩-૦૦ કલાકે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનું સ્વાગત ભા.જ.પ. યુવા મોરચા દ્વારા બાઇક રેલી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી નેરન્દ્ર મોદીએ પોલીસ સ્ટેશન પાસેના રસ્તા ઉપર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાનું રિમોટ કંટ્રોલ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. અને તેમણે ઝવેરચંદ મેઘાણીને પત્રકાર ક્ષેત્રે રાણપુર લઇ આવનાર સૌરાષ્ટ્રના સિંહ સમાન પત્રકાર અમૃતલાલ શેઠને યાદ કર્યા હતાં. તેમજ આ પ્રતિમા અર્પણ કરનાર સ્વ. મગનભાઇ કુંવરજીભાઇ પરવડિયાની સ્મૃતિમાં તેમના પુત્ર હરજીવનભાઇ પરવડિયા ડેપ્યુટી મેયર વડોદરા મહાનગરપાલિકાની પ્રશંસા કરી હતી. ત્યારબાદ આ વિશાળ યાત્રા રાણપુર શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે સભાના રૂપમાં ફેરવાઇ હતી. જયાં મુખ્ય મંત્રીએ તેમના ઉદ્બોધનમાં જણાવેલ કે હું વર્ષોથી રાણપુર સાથે જોડાયેલ છું. જ્યારે હું સંઘના રિમોટ તરીકે હતો ત્યારથી મારો વર્ષો જુનો નાતો રાણપુર સાથે છે હવે રાણપુર અને ધંધૂકાના વિકાસનો વારો છે. પાણી, રોડ, શિક્ષક, આરોગ્ય, ખેતીના દરેક
ક્ષેત્રે વિકાસ કરવો છે.વાદવિવાદમાં બહુ પડયા અને બાદ વિવાદમાં પડી કોઇ પણ બંધુ હવે વિકાસનો સાથ આપવા માટે મને આપનો સહકાર જોઇએ છે.રાણપુર તાલુકાના ખસ ગામના યુવાન શહીદ સહદેવસિંહ અજુભા મોરીએ આતંકવાદીઓ સામે લડાઇ કરતા કાશ્મીર મુકામે શહીદ વહોરતા તેમને યાદ લી શ્રદ્ધાંજલિ આપી હતી અને ખસ ગામની સરકારી પ્રાથમિક શાળાને આ વીર શહીદકાર એસ. એ. મોરી નામકરણ કરવામાં આવ્યું હતું. તેમજ ધંધૂકા તાલુકામાંથી અલગ તાલુકા જાહેર કરવામાં આવ્યો હતો. જેનો અમલ આગામી તા.
૨૬ -૯-૧૨ના રોજ કરવામાં આવશે.