• Gujarati News
  • ડભાણ ચોકડી પાસે ટ્રકની ટક્કરે બાઇકસવારનું મોત

ડભાણ ચોકડી પાસે ટ્રકની ટક્કરે બાઇકસવારનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
નડિયાદ તાલુકાના ડભાણ હાઇવે ચોકડી પાસે એક ટ્રકચાલકે પોતાની ટ્રક બેફિકરાઈથી હંકારી બાઈકને ટક્કર મારતાં પાછળ બેઠેલાં એક વૃદ્ધ રોડ પર પટકાયાં હતા. તેઓને માથાના તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. વૃદ્ધનું સારવાર દરમિયાન મત્યુ નપિજયું હતું. આ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાં પ્રમાણે નડિયાદ તાલુકાના હાથનોલી ગામના પ્રભુદાસ ઝાલા રવિવારે સવારે પોતાની બાઇક નં. જી.જે.૭.એ.એફ-૯૨૩૫ લઈ પિતા રણછોડભાઈને બેસાડી નડિયાદ જવા નીકળ્યાં હતા. તેઓ નેશનલ હાઇવે નં. ૮ પર આવેલ ડભાણ ચોકડી પાસેથી પસાર થતાં હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી એક ટ્રક નં. એમ.પી.૪૧.એચ.એ-૦૧૨૪ના ચાલકે પોતાની ટ્રક બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી બાઇકને ટક્કર મારતાં પિતા-પુત્ર રોડ પર ફંગોળાયા હતા. રોડ પર પટકાયેલાં રણછોડભાઈને માથાના તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. રણછોડભાઈ (ઉં.વ.૭૯)નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયુ હતું. આ બનાવ સંદર્ભે પ્રભુદાસ ઝાલાની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ એએસઆઇ જયંતભિાઈ ચલાવી રહ્યા છે.