• Gujarati News
  • વડોદ બાદ બોરિઆવીમાં ડેન્ગ્યુનો કાળો કેર : એકનો ભોગ લેવાયો બીજો પોઝિટિવ ડેન્ગ્યુથી મો

વડોદ બાદ બોરિઆવીમાં ડેન્ગ્યુનો કાળો કેર : એકનો ભોગ લેવાયો બીજો પોઝિટિવ ડેન્ગ્યુથી મોત બાદ પ્રજા વફિરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . આણંદ
આણંદ નજીકના બોરિઆવી ગામે ડેન્ગ્યુથી મહિલાના મોત બાદ ગામમાં ભારે હોબાળો મચી ગયો હતો અને રવિવારના રોજ ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામજનોએ ઘેરાવ કરી ઉગ્ર રજુઆતો કરતાં આરોગ્ય અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી ગયાં હતાં. ગામમાં છેલ્લા કેટલાક સમયથી તાવનો વાવર હોવા છતાં નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પગલાં ન ભરાયા હોવાનો બળાવો ગ્રામજનોએ અધિકારીઓ સમક્ષ ઠાલવ્યો હતો.
આણંદના ગ્રામ્ય વિસ્તારમાં ડેન્ગ્યુએ મોઢું ફાડયું હોય તેમ એક પછી એક મોત થઈ રહ્યાં છે, ગયા સ’ાહે વડોદના યુવકના મોત બાદ ચાલુ સ’ાહે બોરિઆવી ગામમાં ડેન્ગ્યુથી જયશ્રીબેન મિતેષભાઈ પટેલ (ઉ.વ.૩૭)નું મોત નપિજયું હતું, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ડેન્ગ્યુની શંકાથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતાં ગામમાં હોહા મચી ગઈ હતી. આ બાબતની રજુઆત માટે ગ્રામજનોએ બોરીઆવી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઘેરો ઘાલ્યો હતો. જેને પગલે આરોગ્ય અધિકારી સહિતની ટીમ ગામમાં પહોંચી હતી. આ સમયે હાજર ગ્રામજનોએ અધિકારીઓ સમક્ષ બળાપો કાઢÛો હતો અને ગામમાં છેલ્લા કેટલાય દિવસથી માંદગીના કેસ બની રહ્યાં હોવા છતાં નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પગલાં ભરાયાં નથી. હજુ પણ આ પરિસ્થિતિ નહીં સુધરે તો મહામારીનો ભય ઉભો થયો છે.
ડેન્ગ્યુ દિવસે દિવસે ફેલાઈ રહ્યો છે
^ બોરિઆવી ગામમાં ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ વધી રહ્યાં છે, આ બાબતે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. છતાં કોઈ પગલાં ભરાતાં નહતાં અને વાતને ઉડાડી મુકી હતી. નગરપાલિકા દ્વારા પણ સફાઈની યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. ગામમાં ૮થી ૧૦ કેસ બન્યાં છે.’ - મુકેશભાઈ આર. પટેલ, ગ્રામજન.

ગામમાં ઠેર ઠેર ગંદકી
^ બોરિઆવી ગામમાં જીવાપુરા, સોનપરિયા કુવા, ઉમિયા ચોક, પાણીની ટાંકી સહિતના વિસ્તારમાં ગંદકી ફેલાઈ છે. આ બાબતે ચીફ ઓફિસરને પણ જાણ કરવામાં આવી છતાં કોઈ પગલાં ભરાતાં નથી. જેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. તેમને રકતદાન કરવામાં આવ્યું છે.’ - વિમલ પટેલ, ગ્રામજન.

આરોગ્યની ૧૨ ટીમ ઊતારવામાં આવી
^ બોરિઆવી ગામમાં શંકાસ્પદ ડેન્ગ્યુના ચાર જેટલા કેસ મળી આવ્યાં છે, જેમાં જયશ્રીબેનનું મોત નપિજયું છે. જેમનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ખાનગી દવાખાનામાં હર્ષકુમાર પટેલ, ઉવિgલકુમાર પટેલ તથા ઉત્તરસંડામાં કાંતભિાઈ રાઠોડ સારવાર લઈ રહ્યાં છે. જેમાં હર્ષ અને ઉવિgલના પ્રાથમિક ટેસ્ટમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ૧૨ ટીમ ઉતારવામાં આવી છે અને સર્વેની કામગીરી હાથ ધરી છે.’
- ડો. સ્વપિ્નલ શાહ, જિલ્લા આરોગ્ય અધિકારી, આણંદ.
સફાઈ કામગીરી હાથ ધરાઈ
^બોરિઆવી નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે, દવા છંટકાવ, ફોગીંગ મશીન કામે લગાડવામાં આવ્યાં છે.’ - જયરામભાઈ રબારી, સુપરવાઈઝર, પાલિકા.