• Gujarati News
  • વિરમગામમાં વિવેકાનંદ યાત્રાનો વિરોધ

વિરમગામમાં વિવેકાનંદ યાત્રાનો વિરોધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રામપુરા(ભંકોડા)
ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી દ્વારા ઠેર ઠેર વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાઓ યોજાઇ રહી છે. ત્યારે તા.ર૧ મી સપ્ટે.ને શુક્રવારના રોજ ચુંવાળ પંથકના વિરમગામ શહેરમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાના કાર્યક્રમ શરૂ થતાં પહેલાં મુખ્યમંત્રી આપ જ્યારે ગુજરાતમાં વિકાસયાત્રા ફેરવી રહ્યા છો ત્યાં અમો વિરમગામ, માંડલ અને દેત્રોજ (રામપુરા) કોંગ્રેસ સમિતિ દ્વારા આપને પૂછીએ છીએ કે શાની વિકાસ યાત્રા? પુરુષોત્તમ સોલંકીના ૪૦૦ કરોડના માછલીકૌભાંડની વિકાસયાત્રા? વિરમગામ શહેરના માર્કેટયાર્ડના મુખ્ય દરવાજા પાસે જગદીશભાઇ સોમાભાઇ કો.પટેલને પત્રિકા વહેંચતા જોઇ પોલીસે ખૂબ જ ખરાબ રીતે પકડી ટિંગાટોળી કરી જેલહવાલે કર્યા હતા.
જ્યારે કોંગ્રેસના બીજા કાર્યકરોએ માંડલ રોડ પરથી પત્રિકા હાથમાં લઇ રેલી સ્વરૂપે નીકળ્યા હતા. કોંગ્રેસના તમામ કાર્યકરોને શહીદબાગ પાસે પોલીસે રોકી અટકાયત કરી તમામ કાર્યકરોની ધરપકડ કરી પોલીસ વાહનમાં પૂરી દઇ વિરમગામ ગ્રામ્ય પો.સ્ટે.માં લઇ જવાયા હતા.