ન્યૂઝ ઈન બોકસ û

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રામાં બે બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો
ધ્રાંગધ્રા& ધ્રાંગધ્રા શિતળા માતાજીનાં મંદિર પાસે બે મોટરસાઇકલની ઉઠાંતરી થઇ હતી. ત્યારે આ બનાવ અંગે સિટી પોલીસે સુરેન્દ્રનગર ખાતેથી બે શખ્સોને ઝડપી પાડી મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.ધ્રાંગધ્રા વિસ્તારમાં અવારનવાર મોટરસાઇકલ ચોરીના બનાવો બનતા સિટી પી.આઇ. કે.એમ. જાડેજા અને સ્ટાફ દ્વારા ઘનિષ્ઠ તપાસ શરૂ કરી હતી. ત્યારે શિતળામાતાજીના મંદિર પાસેથી બે મોટરસાઇકલ ચોરીમાં સંડોવાયેલા સુરેન્દ્રનગરના હાદિgકભાઈ બાબુભાઇ વાઢેર અને ઇલિયાસભાઈ અયુબભાઈ કટીયાને ઝડપી લીધા હતાં. ત્યારબાદ ચોરી કરેલા મોટરસાઇકલ અને મુદ્દામાલ જ’ કરી આરોપીની વધુ પૂછપરછ પીએસઆઈ આઇ.એન.મલેક કરી રહ્યાં છે.

ધ્રાંગધ્રા સ્વામિનારાયણ મંદિરે હિંડોળા દર્શન: શ્રાવણ માસમાં ભગવાન સ્વામિનારાયણને હિઁડોળે ઝૂલાવવાનો અનેરું મહત્વ છે.ધ્રાંગધ્રા ઘાંચીવાડીના નાકે આવેલા મહિલાઓનાં સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૦ દિવસની મહેનતે ચોકલેટ, ડ્રાઇફ્રૂટ, રમકડા, ફૂલો, લાઇટો, અનાજ, વાસના, મોતી સહિતના વિવિધ પ્રકારનાં ૧૪ હિઁડોળા બનાવવામાં આવ્યા હતાં. ત્યારે ભગવાન સ્વામિનારાયણને હિંડોળે ઝૂલતા જોવા માટે મોટી સંખ્યામાં મહિલાઓની ભીડ જામી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કંચનબા, ભગવતીબેન, હીરાબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.

થાનમાં વિશાળ મહિલા સંમેલન યોજાયું
થાન& થાન શહેર ભાજપ દ્વારા શુક્રવારે સાંજે ૬ કલાકે થાનગઢ ખાતે મહિલા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સર્વોદય સોસાયટીની ૪૦૦થી વધુ મહિલાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો હોવાનું પ્રમુખે જણાવ્યું હતું.આ પ્રસંગે થાન શહેરના પ્રમુખ ભૂપતભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ વશરામભાઈ ચાવડા, જીતુભાઈ પૂજારા, ગીરૂભા ઝાલા દ્વારા શહેરીજનોને ભાજપમાં જોડાવાનું આહવાન કરવામાં આવ્યું હતું. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ બપિીનભાઈ દવે, ધારાસભ્ય ભરતભાઈ ખોરાણી , જિલ્લા ભાજપ મહિલા મોરચાના દર્શનાબેન પૂજારા, પ્રભારી અલકાબેન મોદી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે વષૉબેન પ્રજાપતિની થાન મહિલા મોરચાના પ્રમુખ તરીકે સવૉનુમત્તે વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રકાશ પ્રજાપતિ, વજિયભાઈ ભગતે જહેમત ઉઠાવી હતી.

સાયલામાં વિધવાના દાગીના ઓળવી ગયાની ફરિયાદ
સાયલા&સાયલાના અઘારાફળીમાં રહેતી વિધવાના રૂ. ૧૯,૫૦૦ની કિંમતના સોના અને ચાંદીના ઘરેણા ઓળવી લીધાની તેમજ બાપદાદાની જમીનમાં ભાગ ન દેતા હોવાની સાસુ અને દિયર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.સાયલાના અઘારા ફળીમાં રહેતા રેવીબેનના પતિ નાગરભાઈ પ્રભુભાઈ કોળીનું થોડા સમય પહેલા મોત થયું હતું. નાગરભાઈ અને તેમના પત્નીએ મજુરી કરીને બચત કરેલી રકમમાંથી કેટલાંક સમય પહેલા સોનાનો કાપ, સોનાના કડા, ચાંદીનો કેડ કંદોરો અને ચાંદીના છડા બનાવ્યા હતાં. પરંતુ પતિની છત્ર છાંયા ગુમાવનાર રેવીબેનના સાસુ પુરીબેન અને તેના દિયર છનાભાઈ અને જીણાભાઈએ સોના ચાંદીના ઘરેણા પરત ન આપ્યા હતાં. આથી વિધવા રેવીબેને સાસુ અને દિયર સામે વિશ્વાસઘાત અને ઘરેણા ઓળવી ગયાની તેમજ બાપ દાદાની જમીનમાં પણ ભાગ ન આપતા હોવાની સાયલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

ટ્રાફિકની જાગૃતિ માટે શિબિર યોજાઇ
સુરેન્દ્રનગર& વિદ્યાર્થીઓમાં વાહનો ચલાવવાનું પ્રમાણ વધી રહ્યું છે. જેને ધ્યાને લઇને સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરની ગીજુભાઇ બધેકા શાળા નં. ૪ માં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઇ હતી.આ શિબિરમાં ધો. ૬,૭,૮ના ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.આ તમામ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા સલામત ડ્રાઇવિંગ માટે બહાર પાડવામાં આવેલી બુકનું વિતરણ કરવામાં આવ્યું હતzું. આ પ્રસંગે પી.એસ.આઈ. એલ.ડી.જાડેજા, આચાર્ય કિરીટસિંહ ઝાલા, શિક્ષકો સાથે અને ટ્રાફિક સ્ટાફના કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઓલ ઇન્ડિયા બ્રાહ્નણ ફેડરેશનના મહિલા પ્રમુખનું સન્માન કરાયું
સુરેન્દ્રનગર& ત્રિવેન્દ્રમ ખાતે ઓલ ઇન્ડિયા બ્રાહ્નણ ફેડરેશનના મહિલા પ્રમુખ તરીકે સુરેન્દ્રનગરના ચંદ્રિકાબેનની વરણી કરાઇ હતી.આ વરણી અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત મહિલા પાંખ દ્વારા ચંદ્રિકાબેનનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રંજનબેન જાની, શૈલાબેન ભટ્ટ, છાયાબેન શુકલ, આશાબેન ઠાકર, દેવયાનીબેન મહેતા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.