• Gujarati News
  • વિટામિન ડીથી ફેફસાંને ધૂમ્રપાનની અસર સામે રક્ષણ

વિટામિન-ડીથી ફેફસાંને ધૂમ્રપાનની અસર સામે રક્ષણ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધૂમ્રપાનનાં કારણે ફેફસાંને થતી ખરાબ અસરો સામે વિટામિન-ડી રક્ષણ આપી શકે છે. બોસ્ટનના સંશોધકોએ કરેલા અભ્યાસના તારણ પ્રમાણે વિટામિન-ડીની ઊણપનો સંબંધ ધૂમ્રપાનના કારણે ફેફસાંની કામગીરી પર પડતી અસરો સાથે છે. મતલબ કે વિટામિન-ડી ધૂમ્રપાનની અસર સામે રક્ષણ આપી શકે છે.
બ્રગિહામ એન્ડ વૂમન્સ હોસ્પિટલના ચેનિંગ લેબોરેટરીના મુખ્ય લેખક નેન્સી ઈ. લેન્ગે જણાવ્યું હતું કે ‘અમે વિટામિન-ડીની ઊણપ, ધૂમ્રપાન, ફેફસાંની કામગીરી અને ૨૦ વર્ષમાં તેની કામગીરીમાં થતા ઘટાડા વચ્ચેના સંબંધનો અભ્યાસ કર્યો હતો જેમાં ૬૨૬ પુરુષો અને મહિલાઓને સમાવવામાં આવ્યા હતા. પૂરતાં પ્રમાણમાં વિટામિન-ડી ફેફસાં પર ધૂમ્રપાનની અસરો સામે સુરક્ષાત્મક પુરવાર થાય છે.’