• Gujarati News
  • પારડીમાં ૫.૫, સાપુતારામાં ૪ ઇંચ વરસાદ

પારડીમાં ૫.૫, સાપુતારામાં ૪ ઇંચ વરસાદ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત શહેરમાં બુધવારનાં રોજ સામાન્ય વરસાદ વરસ્યો હતો. જ્યારે વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદનો તોફાની રાઉન્ડ જોવા મળ્યો હતો. નવસારીમાં સામાન્ય વરસાદનો અહેવાલ છે.જ્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સવા બે ઇંચ પાણી વરસ્યું હતું. ડાંગમાં પણ તોફાની વરસાદ વરસ્યો હોવાની વગિત જાણવા મળી છે. સુરતીઓ માટે ડાંગનું અને સાપુતારાનું વાતાવરણ આહલાદક અને ફરવા લાયક બન્યું છે.
સુરત શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટા પડયાં હતાં. તેમાં શહેરનું મહત્મ તાપમાન ૩૧ ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. સુરત જિલ્લામાં પણ આઠ તાલુકામાં વાદળછાયું વાતવરણ રહ્યું હતું. ઉમરપાડા તાલુકામાં બે કલાકમાં બે ઇંચ પાણી વરસ્યું હતું.
વલસાડ જિલ્લાનાં પારડીમાં ૨૨ કલાકમાં કુલ સાડા પાંચ ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસતાં ઠેરઠેર પાણી રેલાયા હતા. મંગળવારે રાત્રે ૮ થી ૧૦ વાગ્યાના બે કલાકમાં જ પારડીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો. જેના પગલે નગરના માર્ગો ઉપર પાણી ભરાયા હતા. ધરમપુરમાં પણ મેઘરાજા મન મુકીને વરસતાં અંહિ સાડા ત્રણઇંચ વરસાદ નોંધાયો હતો.
અરબ સાગરમાં સર્જાયેલી લો પ્રેશર સીસ્ટમને કારણે વલસાડ તાલુકાના આ બે તાલુકામાં ધુંઆધાર વરસાદ વરસતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી.