ફ્રોમ ધ રૂલ બુક

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યપાલ - રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા ગણાય છે જ્યારે રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા ગણાય છે. રાષ્ટ્રપતિ દેશના વડાપ્રધાનને શપથ લેવડાવે છે. ઉપરાંત કોઇ પણ બંધારણીય ગૂંચ ઊભી થાય ત્યારે તેમની ભૂમિકા સૌથી મહત્વની બની જાય છે. રાજ્યપાલ વિધાનસભા ગૃહને ઉદ્દબોધન કરે છે. સરકારની કામગીરીની રજુઆત કરે છે. બેમાંથી એક પણ વ્યક્તિ ગમે તે રાજકીય પક્ષોમાંથી આવે, પરંતુ પદગ્રહણ પછી તે રાજકીય નેતા રહેતા નથી. તે પોતાની સત્તા અને ફરજોને અદા કરે છે.

ઓફ ધ રેકોર્ડ
મંત્રી તો કહ્યા કરે, કામ તો અમારે કરવું છે ને !
સચિવાલયમાં મોટી આશા સાથે લોકો પોતાના તેમજ જાહેર પ્ર®નો લઇને રજુઆત કરવા આવતા હોય છે. જેમાંથી કેટલાકનું ગોઠવાઈ જાય છે તો ઘણા લોકો વર્ષોથી પોતાના પ્ર®નને લઇને સચિવાલયમાં આંટાફેરા મારતાં જોવા મળે છે. ગત મંગળવારે ચાર-પાંચ જણા ઊર્જા વિભાગનું કામ લઇને આવ્યા હતા. તેમણે ઊર્જામંત્રીને મળીને સઘળી રજુઆત કરી. આથી ઊર્જા મંત્રીએ જે તે વિભાગના અધિકારીને મળીને ખખડાવી નાખ્યા હતા અને આ લોકોનું કામ બે દિવસમાં પતી જવું જોઇએ તેવો આદેશ કર્યો હતો. ઊર્જામંત્રીનું આ સ્વરૂપ જોઇને રજુઆત કરવા આવેલા લોકો ખુશ થઇ ગયા હતા અને હવે તો આપણું કામ હમણાં જ પતી જશે તેવા વિશ્વાસ સાથે ચેમ્બરમાંથી બહાર નીકળ્યા હતા. સાથોસાથ એ અધિકારી પણ બહાર આવ્યા હતા. ત્યારે મૂંછ પર હાથ ફેરવતાં રજુઆત કર્તાએ કહ્યું હતું કે, ખૂબ જ ધક્કા ખવરાવ્યા હવે ક્યાં જશો ? ત્યારે એ અધિકારીએ કહ્યું હતું કે, મિનસ્ટિર તો કહ્યા કરે , કામ તો અમારે કરવું છે ને.તમે જુઓ તમારું કામ કેવું ટલ્લે ચડાવું છું. મંત્રીએ ૨૪ કલાકનો સમય આપ્યો હતો પરંતુ બીજા દિવસે ૯ વાગે પણ આ કામ થયું ન હતું !!

એક નજર
રાજેશ ખન્નાને મુખ્યમંત્રી-રાજ્યપાલની શ્રદ્ધાંજલિ
ગાંધીનગર : મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી ચલચિત્ર જગતના પ્રિસદ્ધ અભિનેતા રાજેશ ખન્નાના દુ:ખદ અવસાન અંગે ઊંડા આઘાત અને ઘેરાશોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે પોતાના શોકસંદેશમાં જણાવ્યું છે કે હિન્દી ચલચિત્ર જગતમાં ૧૬૩ ફિલ્મોમાં અભિયાનના ઓજસ પાથરનારા અભિનેતા રાજેશ ખન્નાએ લાખો ચાહકોના દિલમાં પોતાના અભિનયના અંદાજથી આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું જે સદાકાળ ચિરંજીવ રહેશે. રાજ્યપાલ ડો. કમલાજીએ પોતાના શોકસંદેશમાં જણાવ્યું છે કે સ્વ. રાજેશ ખન્નાએ અનેક ફિલ્મોમાં વિશિષ્ટ અભિનય આપીને પ્રેક્ષકોના હૃદયમાં અમીટ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ રાજનીતિના ક્ષેત્રમાં પણ સક્રિય રહ્યા હતા અને સાંસદ તરીકે લોકોના કલ્યાણની ચિંતા સેવી હતી.

અમદાવાદ એરપોર્ટનો પ્ર®ન ઉઠાવતા નથવાણી

ગાંધીનગર : રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ નાગરિક ઉãયન મંત્રાલયની પરામર્શ સમિતિમાં અમદાવાદ એરપોર્ટના પ્ર®નો ઉઠાવ્યા હતા. બુધવારે બેંગલુરુમાં નાગરિક ઉãયન મંત્રી અજિતસિંઘની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર ટ્રાિન્ઝટ પેસેન્જરોની સમસ્યા પ્રત્યે ધ્યાન દોર્યું હતું. ટ્રાિન્ઝટ પેસેન્જરો ટર્મિનલ ઉપર રેસ્ટ રૂમ વગેરે જેવી વ્યવસ્થાઓ માટે આમથી તેમ ફરતા હોય છે.

મતદારયાદીમાં ફરિયાદ માટે અધિકારી નિયુકત
ગાંધીનગર :ભારતીય ચૂંટણી પંચ તરફથી ૧.૧.૨૦૧૨ની મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર,મહેસાણા અને સાબરકાંઠા માટે તા. ૨૨.૭.૧૨ સુધી ટી.આર. સારંગલ (આઇએએસ)ની મતદારયાદી નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઇ છે.જાહેર જનતા તેમજ રાજકીય પક્ષોને મતદારયાદી સંદર્ભે કોઇ સૂચનો કે ફરિયાદ હોય તો મતદારયાદી નિરીક્ષકના લાયઝન અધિકારી વી.બી. વેદીને ૦૯૮૨૫૯૪૬૮૮૯ ઉપર એપોઇન્મેન્ટ લઇને રૂબરૂ સંપર્ક કરી શકે છે.

ગૃહના સત્ર પહેલાં કોંગી ધારાસભ્યો રણનીતિ ઘડશે
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ગુરુવારથી ચાલુ થઈ રહેલા એક દિવસીય સત્રની રણનીતિ ગુરુવારે યોજાનારી કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં ઘડાશે. ગુરુવારે સવારે ૧૦ કલાકે વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં વપિક્ષી નેતાના કાયૉલયમાં અથવા વિધાનસભાના સમિતિ ખંડમાં આ બેઠક યોજાશે. કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા મુજબ એક દિવસના સત્રમાં એક વિધેયક અને ઠરાવ ઉપરાંત ટૂંકી મુદતના પ્રશ્નોનો સમાવેશ કરાયો છે ત્યારે કોંગ્રેસ તરફથી આ સત્રમાં ભારે ધાંધલ-ધમાલ કરવામાં આવે તેવી શકયતા છે.