• Gujarati News
  • પળેપળના સમાચાર આપશે એપ્પ

પળેપળના સમાચાર આપશે એપ્પ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શું આપને એ જાણવામાં રસ છે કે, આપની આસપાસ શું બની રહ્યું છે? એટલે કે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ફલક પર મહત્વપૂર્ણ ઘટનાક્રમને જાણવામાં આપને રસ છે? શું આપની પાસે સ્માર્ટફોન છે? આનાથી પણ ઉપર શું આપની પાસે એપ્પલનું ડિવાઈસ છે? જો આપને આ ત્રણ પ્ર®નોના ઉત્તર ‘હા’માં હોય તો જાણો પળેપળના સમાચાર આપનાર આઈઓએસ પ્લેટફોર્મ પર ચાલી શકનાર કેટલાક મફત એપ્પસ વિશે.
ઓલ ઈન્ડિયા ન્યૂઝ રીડર: આની દ્વારા દેશના પસંદગીના છાપાઓ અને ચેનલ્સની પળેપળની બ્રેકિંગ ન્યૂઝ જાણી શકાય છે. આ એપ્પ પર આપ ન્યૂઝ ફીડની કેટેગરીમાં પણ વહેંચી શકો છો.
એપી મોબાઈલ: સમાચાર સંસ્થા એપીના માટે બનાવેલ ખાસ એપ્પ દુનિયાભરના સમાચારોને આપ સુધી ગણતરીની સેકંડોમાં આપના સુધી પહોંચાડે છે. સીએનએન ઈટેલ એપ્પ : આની દ્વારા સીએનએન પર પ્રસારિત થનાર સમાચાર જ નહીં, પણ વીડિયો, ફોટો અને ગ્રાફિકસ પણ જોઈ શકાય છે.
ફીડલી: આ વાસ્તવમાં આરએસએસ ફીડ્સ એગ્રીગેટરની જેમ કામ કરે છે. એટલે કે દુનિયાભરના સમાચારપત્રો અને એજન્સીઓના સમાચારોનો રસ રાખનાર લોકો સુધી
પહોંચાડે છે.
િફ્લપ બોર્ડ : આ ટિ્વટર અને ફેસબુક પર પોસ્ટ કરેલા ન્યૂઝ, વીડિયો અને ફોટો લિંકસને પણ આપના સુધી લાવે છે. આની મદદથી આપ જોઈ શકો છો કે દુનિયામાં કયા સમાચારના ફોટા વધુ દેખાડાય છે.
ફ્લડ : અન્ય એપ્પની તુલનામાં મોટાભાગે હોય છે, પરંતુ આરએસએસ ફીડસની પસંદગીની સુવિધાથી આ પણ કામ આવે છે.
મિકસટેબ: આ એપ્પ સમાચારોનું વર્ગીકરણની સુવિધા આપના સુધી એને જોડી કંટેટ પહોંચાડે છે.
એનડીટીવી એચડી : આ એક શાનદાર એપ્પ છે. આમાં જાણકારી સેકશનમાં વહેંચવામાં આવ્યા છે. આની મદદથી આપ વીડિયો પણ જોઈ શકો છો.
પલ્સ: આ સમાચારો મેગેઝિન ફોર્મેટમાં વાંચવાની સુવિધા આપે છે.
જીનીઓ: આ દુનિયાભરના પ્રતિષ્ઠિત પત્રિકાઓ સુધી આપને પહોંચાડે છે. આમાં શટરબર્ગ,
હાઈ ટાઈમ્સ સહિત એસ્કવોયર જેવા નામ સમાયેલા છે.
આમ, પળવારમાં પ્રાપ્ત થતી આ ઢગલાબંધ માહિતીઓથી તમે ઘણા અવેર રહી શકો છો. ટેક્નોલોજીના બહોળા ઉપયોગથી આપણે વિશ્વને આપણી ઘણુ નજીક લાવી શકીએ છીએ.