• Gujarati News
  • મહિલા અને તેના પુત્ર બાદ પુત્રીનું પણ મોત

મહિલા અને તેના પુત્ર બાદ પુત્રીનું પણ મોત

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં ગોપાલનગરની પરિણીતાએ કેરોસીન છાંટી શરીરે આગ ચાંપી દઈ આપઘાત કરી લીધો હતો. નવસારીની સિંધી કેમ્પ વિસ્તારમાં ગોપાલનગરમાં આ ઘટના ઘટી હતી. પુનમબેન ભરવાડે પોતાના શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી દેતા ગંભીર રીતે દાઝી જતા તેનું મોત થયું હતું. પરિણીતાએ પોતાના બાળકોને પણ સાથે રાખ્યા હતા, જેથી તેઓ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલી પુનમબેન બાદ તેના દીકરા ધ્રુવ (ઉ.વ. ૭)નું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યારે મૃતકની નાની દીકરી ધારા (ઉ.વ. ૩)એ પણ આજે બપોરે ૨ કલાકે સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં દમ તોડÛો હતો. આ કરૂણ ઘટનાને પગલે ભરવાડ સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.