• Gujarati News
  • આણંદ શહેરની વેટ કચેરીના અધિકારી રાજાપાઠમાં ઝબ્બે

આણંદ શહેરની વેટ કચેરીના અધિકારી રાજાપાઠમાં ઝબ્બે

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આણંદ
આણંદ ખાતે આવેલી વેટ કચેરીના એક અધિકારીએ રાજાપાઠમાં આવી જઇ ચાર્ટર એકાઉન્ટને અપશબ્દો બોલી દંગલ મચાવ્યું હોવાનું બહાર આવતાં ચકચાર મચી છે.
આણંદ શહેર પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આણંદની વેટ કચેરીમાં ઘટક-૧માં સીટીઓ તરીકે ફરજ બજાવતાં ડી.એચ.પરમારને તાજેતરમાં જ સહાયક વેચાણ વેરા કમશિ્નર અન્વેષણ વિભાગ વડોદરા ખાતે પ્રમોશન મળ્યું છે. સીટીઓ પરમાર કેટલાક સમયથી સ્ટાફ સાથે દારૂ પી અસભ્ય વર્તન કરતાં હતાં. તેમાંય ચાર્ટર એકાઉન્ટન્ટ તરીકે પ્રેકટીસ કરતાં આણંદના નિર્મલ જે. ઠકકરને અપશબ્દો બોલી હેરાન કરતાં હતાં. દરમિયાન મંગળવારે સીટીઓ ડી.એચ.પરમાર આણંદ કચેરી ખાતે પોતાનો ચાર્જ છોડવા આવ્યાં હતાં. ચાર્જ છોડવા આવેલા પરમાર રાજાપાઠમાં હતાં. તે જ વખતે નિgમલ ઠક્કરને જોઇ અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું અને ધમકી આપી હતી. આ અંગે નિર્મલભાઇએ આણંદ શહેર પોલીસ મથકે જઇ પી.આઇ પી.કે.દિયોરાને હકીકત જણાવી ફરિયાદ નોંધાવતાં પોલીસ ડી.એચ.પરમારને પીધેલી હાલતમાં શહેર પોલીસ મથકે લઇ આવી હતી. જોકે, દારૂ પીધો હતો કે નહી તે ચકાસવા માટે પોલીસે પરમારનું બ્લડ સેમ્પલ લેવડાવ્યું હતું. આ અંગે નિર્મલ ઠક્કરની ફરિયાદ આધારે શહેર પોલીસે ડી.એચ.પરમાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.