• Gujarati News
  • વઢવાણમાં ભાજપ બક્ષીપંચ મોરચાનું સંમેલન યોજાયું

વઢવાણમાં ભાજપ બક્ષીપંચ મોરચાનું સંમેલન યોજાયું

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૫ ટકા કરા વધુ બક્ષીપંચની વસ્તી હોવા છતાં વિધાનસભા ચંૂટણીમાં બક્ષીપંચને અન્યાય થાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા વઢવાણ ખાતે બક્ષીપંચ સંમેલન યોજાયું હતું.આ વિધાનસભા સંમેલનમાં ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, ઝાલાવાડમાં બક્ષીપંચને વધુ મહત્વ મળે તેવા પ્રયાસો કરાશે.
સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ તાલુકાઓમાં બક્ષીપંચનો દબદબો છે ત્યારે જિલ્લામાં ૬૫ ટકા બક્ષીપંચ લોકોને પોતાના તરફ ખેંચવા ભાજપ અને કોંગ્રેસે કમર કસી છે. સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વરા વિશાળ સંમેલનનું વઢવાણ ખાતે આયોજન કરાયું હતું.આ સંમેલનમાં જિલ્લાભરમાંથી બક્ષીપંચની વિવિધ જ્ઞાતિઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ આગેવાનોએ જિલ્લાની પાંચ
વિધાનસભા બેઠકોમાંથી માત્ર એક જ બક્ષીપંચ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ મળતી હોવાનો સૂર ઊભો થયો હતો.આ સંમેલનમાં પ્રદેશ
ભાજપ બક્ષીપંચના પ્રમુખ ભગવાનદાસ પંચાલે જણાવ્યુ કે, રાજ્યમાં બક્ષીપંચના જ મુખ્યમંત્રી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૫ ટકા કરતા વધુ બક્ષીપંચના લોકોની વસ્તી છે ત્યારે બક્ષીપંચના લોકોને વધુ મહત્વ મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
આ સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ બપિીનભાઇ દવે,ધારાસભ્ય વષૉબેન દોશી,વઢવાણ પાલિકા પ્રમુખ ભવાનસિંહ ટાંક,અલકાબેન મોદી સહિતના
આગેવાનોએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મજબૂત બનાવવા અપીલ કરી હતી. સંમેલનને
સફળ બનાવવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ખેંગારભાઇ ડોડિયા,મહામંત્રી જિતેન્દ્રસિંહ ચાવડા સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.