• Gujarati News
  • મઝદૂર સંઘની રાજ્ય સરકાર સામે આંદોલનની જાહેરાત

મઝદૂર સંઘની રાજ્ય સરકાર સામે આંદોલનની જાહેરાત

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ભારતીય મઝદૂર સંઘની પ્રદેશ કારોબારી બેઠકમાં સરકારી શ્રમિક વિરોધી નીતિના વિરોધમાં ભાજપની રાજ્ય સરકાર સામે બાંયો ચડાવીને આંદોલનની જાહેરાત કરાઇ હતી. જે અનુસંધાને રાજ્યભરમાં તા. ૨૩ જુલાઇએ બે લાખ કર્મચારીઓ અને કામદારો માટે રેલી, ધરણાંના કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવી હતી.
ગુજરાત ભારતીય મઝદૂર સંઘની પ્રદેશ કારોબારી રવિવારે ઓમકાર વિધ્યામંદિર, સુરેન્દ્રનગર ખાતે યોજાઇ હતી. આ કારોબારીમાં રાષ્ટ્રીય સંગôન મંત્રી રામદોરસિંહજી, ગુજરાત પ્રદેશ પ્રમુખ હુસેનભાઇ સોલંકી, મહામંત્રી વિનોદ શમૉ, પ્રદેશ મંત્રી અમરશીભાઇ કે. પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની કામગીરીની સમીક્ષા હાથ ધરાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ આગેવાનો દ્વારા રાજ્ય સરકારની શ્રમિક વિરોધી નીતિ પર પ્રહાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મઝદૂર સંઘના સ્થાપના દિને તા. ૨૩ જુલાઇના રોજ ગુજરાત રાજ્યમાં ધરણા, રેલી સહિતના આંદોલનાત્મક કાર્યક્રમોની ઘોષણા કરાઇ હતી. આ કાર્યક્રમમાં બે લાખ કર્મચારીઓ અને મઝદૂરો ભાગ લેશે તેવી જાહેરાત કરાઇ હતી. આ બેઠક બાદ સાંજે સુરેન્દ્રનગર જિલ્લા મઝદૂર સંઘનું ૧૬મું જિલ્લા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અગરિયા, આંગણવાડીની બહેનો, જીઆઇડીસીના કારખાનાઓના કામદારો, જિલ્લા પંચાયત સહિતના સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા મંત્રી અમરશીભાઇ પટેલ, સંમેલન આયોજનક વિપુલ વ્યાસ, જિલ્લા પ્રમુખ જગિ્નેશભાઇ દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં સુરેન્દ્રનગર જિલ્લા કામદારો અને સહકારી કર્મીઓના પડતર પ્રશ્નોની ચર્ચા થઇ હતી.