વાંચે છે ગુજરાત!: માંડવીમાં 16 કલાકમાં જ 2 લાખના પુસ્તકોનું વેચાણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવેકાંનદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઈન્સટીટ્યુટ અને જાયન્ટસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે પુસ્તકમેળાનું આયોજન માંડવીમાં વિવેકાંનદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઈન્સટીટ્યુટ અને જાયન્ટસ ગ્રુપના સંયુક્ત નેજા હેઠળ અયોજીત પુસ્તકમેળામાં ૧૬ કલાકમાં ૩ હજાર પુસ્તકો વેચાયા હતા. અંદાજે ૨ લાખના પુસ્તકો રસિકોએ ખરીદ્યા હતા. માંડવી રોટરી હોલ ખાતે આયોજીત પુસ્તકમેળો જ્ઞાનપિપાસુઓથી ઉભરાયો હતો. પુસ્તકો પર લોકોને ૪૦ ટકા ડિસ્કાઉન્ટ અપાતા નવલકથા,લધુકથા,મેનેજમેન્ટ,આરોગ્ય અને શિક્ષણને લગતા ઉપયોગી પુસ્તકો મહિલા,પુરૂષોની સાથે છાત્રોએ ખરીદ્યા હતા. (તસવીર: મલય ગોસ્વામી)