શહેરમાં સોને મઢેલા સાત આયુર્વેદ ગ્રંથોની ઐતિહાસિક નગરયાત્રા નીકળશે

ભાસ્કર ન્યૂઝ . અમદા

Dec 13, 2011, 04:04 AM IST
શહેરમાં સોને મઢેલા સાત આયુર્વેદ ગ્રંથોની ઐતિહાસિક નગરયાત્રા નીકળશે
આયુર્વેદના સાત મહાજ્ઞાન ગ્રંથોને સોનાના આવરણથી મઢી આગામી ૧૮ ડિસેમ્બરે સાત ગજરાજો પર અંબાડીમાં અનોખી નગરયાત્રા કરાવાશે. સોને મઢેલા સાત મહાગ્રંથો ચરકસંહિતા, સુશ્રૂત સંહિતા, અષ્ટાંગ સંગ્રહ, વાગ્ભટ્ટ સંહિતા, શારંગ્ધર સંહિતા, ભાવ પ્રકાશ, માધવ નિદાન અને આર્યભિષેકની પૂજા-અર્ચના બાદ આ ભવ્ય નગરયાત્રા નીકળશે. તે ઉપરાંત તા. ૧૬ અને ૧૭ દરમિયાન આયુર્વેદ અંગેના સેમિનારનું પણ આયોજન કરાયું છે.
મહાગ્રંથોની નગરયાત્રા રિવરફ્રન્ટ નજીકના વલ્લભસદનથી શરૂ થઈને મેમનગર ગુરુકુળ સુધી જશે, જેના અધ્યક્ષસ્થાને સ્વામિનારાયણ ગુરુકુળના અધ્યક્ષ માધવપ્રિય દાસજી રહેશે તેમજ મેયર અસિત વોરા, ભૂપેન્દ્રભાઈ પટેલ, મા અનંત આનંદ ઉપરાંત અન્ય સંતો અને મહાનુભાવો યાત્રામાં જોડાશે. સંતશ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને વૈધ્ય તપનકુમારે જણાવ્યું હતું કે, આ યાત્રામાં આયુર્વેદના ગ્રંથો, દેશ-વિદેશથી આવેલા વૈધ્યો, આ કાયક્રમના અંતે પૂણૉહુતિ સ્વરૂપે શાસ્ત્રોકત વિધિ મુજબ શાંતિયજ્ઞનું આયોજન કરાયું છે, જેમાં ૧૧૧ કિલો વજનની ૧૦૮ ઔષધોથી હવનનો લહાવો લઈ શકાશે.

આયુર્વેદના સાત મહાગ્રંથોની વિશેષતાઓ
# ચરકસંહિતા : ચરક ઋષિ દ્વારા લખાયેલો આ ગ્રંથ સૌથી વિશેષ છે અને તેથી જ તેને ફાધર ઓફ ફિઝિશિયન તરીકે પણ ઓળખવામાં આવે છે.
# સુશ્રૂતસંહિતા : વિશ્વના પ્રથમ પ્લાસ્ટિક સર્જન જેમણે નાક સાંધવાની સર્જરીનો પાયો ૨૫૦૦ વર્ષ પૂર્વે નાખ્યો હતો.
# વાગ્ભટ્ટ સંહિતા : હિન્દુ-બૌદ્ધ ધર્મનાં સુતત્વોને આયુર્વેદમાં સાંકળીને આજના આયુર્વેદના પાયા આ ગ્રંથ થકી નખાયા હતા.
# ભાવપ્રકાશ : ભાવપ્રકાશ વિશ્વના પ્રથમ બોટનસ્ટિ ગણાય છે. ગ્રંથમાં ૭૦૦ વર્ષ પહેલાં ઔષધિઓના ગુણ અને રોગનાશકતાની રજુઆત કરાઈ હતી.
# શારંગ્ધર સંહિતા : આ ગ્રંથમાં ૩૦૦ વર્ષ પૂર્વે ઔષધ નિમૉણના સિદ્ધાંતો-પ્રક્રિયાની પદ્ધતિઓ બતાવાઈ હતી.
# માધવનિદાન : માધવકર નામના વિદ્વાને ૫૦૦ વર્ષ પહેલાં તમામ રોગોનાં લક્ષણો, કારણો અને જાણવાના ઉપાયોનું સંકલન
કર્યું હતું.
# આર્યભિષેક : ૧૦૦ વર્ષ પહેલાં હિન્દુસ્તાનના વૈધ્યરાજ શંકરદાસજી દ્વારા આયુર્વેદના તમામ ગ્રંથોના લોકભોગ્ય સ્વરૂપને સંકલિત કરી રજુ કરવામાં આવ્યા હતા.

નગરયાત્રામાં માહિતીપ્રદ ટેબ્લો
ગ્રંથોની નગરયાત્રામાં અનેક પ્રકારની ઝાંખી કરાવતાં અને માહિતીપ્રદ ટેબ્લો પણ હશે. પહેલા ટેબ્લોમાં ગૌમાતા અને તેનાથી પ્રાપ્ત થતી ઔષધીય ગુણવત્તાની રજુઆત હશે. બીજામાં ગ્લોબલ આયુર્વેદનાં દર્શન કરી શકાશે. ત્રીજામાં છ હેમંત, શિશિર સહિતની ઋતુઓના ખોરાક અંગેની માહિતી ઉપલબ્ધ હશે.
X
શહેરમાં સોને મઢેલા સાત આયુર્વેદ ગ્રંથોની ઐતિહાસિક નગરયાત્રા નીકળશે
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી