ભચાઉ તાલુકાના આધોઇ ગામ નજીક રવિવારે સવારે વીજ થાંભલે બેઠેલા બે મોરને વીજ કરંટનો આંચકો લાગતાં નીચે પડી ગયા હતા, જેમાંથી એકનું મોત થયું હતું, જ્યારે બીજાને સમયસર સારવાર મળતાં બચી ગયો હતો.
ભચાઉ તાલુકાના આધોઇ - ગમડાઉ રોડ પાસેથી પસાર થતી વીજલાઇનમાં બે રાષ્ટ્રીય પક્ષી મોરને વીજશોક લાગતાં એકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે બીજો મોર ઘાયલ હોવાથી રવિવારે સવારના ૮ વાગ્યાના અરસામાં કટલેરી સ્ટોર્સના વેપારી સાહેબજી સમા રસ્તેથી પસાર થતાં નજરે જોઇ જતાં ૧૦૮નો સંપર્ક કરાયો હતો. તાલુકા ઇન્ચાર્જ પશુ ડો. એસ.એસ. પટેલનો સંપર્ક કરતાં તેમણે તાત્કાલિક ધોરણે સિનિયર વનપાલ જીવણભાઇ કોલી તથા સામખિયાળી પશુ તબીબ રમેશભાઇ બોરિચાને ઘટનાસ્થળે પહોંચતા કરી મોરની સારવાર કરાઇ હતી, એક મોરને જીવનદાન આપ્યું હતું, એક કલાક બાદ ડો. પટેલે વીજ થાંભલા તથા એક મૃતદેહનું નિરીક્ષણ કરી મૃત્યુ પાછળ વીજ કરંટ હોવાનું કહ્યું હતું.
આ ઘટનામાં જીવિત મોરને સારવાર મળતાં પાંજરાપોળ લઇ જતી વખતે અધ્ધવચ્ચેથી ઝડપભેર ઊંડી ગયો હતો.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો