ઔડાએ પાંચ ટી.પી. મંજુર કરી સરકારમાં મોકલી આપી

ઔડાએ પાંચ ટી.પી. મંજુર કરી સરકારમાં મોકલી આપી

ભાસ્કર ન્યૂઝ . અમદા | Updated - Mar 30, 2011, 04:05 AM
ઔડાએ પાંચ ટી.પી. મંજુર કરી સરકારમાં મોકલી આપી
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા પાંચ ટાઉનપ્લાનિંગ સ્કીમ (ટી.પી.) મંજુર કરી રાજ્ય સરકારમાં મોકલી દેવાઈ છે તથા નવી પાંચ ટી.પી. સ્કીમનો ડ્રાફ્ટ મંજુર કરી વાંધા-સૂચનો મગાવવાનો નિર્ણય કર્યો છે. તેમજ બોપલ વિસ્તારમાં સોસાયટીઓ, રો-હાઉસ, બંગલાઓ તથા ફ્લેટ અને કોમિર્શયલ સેન્ટરોમાં ડ્રેનેજની સુવિધા આપવાનો નિર્ણય ઔડાની આજે મળેલી બોર્ડ મિટિંગમાં લેવાયો હતો.
ઔડાએ સરખેજ-ઓકાફ-ફતેવાડી-સનાથલ, વિંઝોલ, કલોલ-સઈજ-આરસોડિયા, ઝુંડાલ તથા ચાંદખેડા-ત્રાગ઼ડ-ઝુંડાલની કુલ ૧૦૩૯.૭૬ હેકટર જમીનની નગર યોજના બનાવી (ટી.પી. સ્કીમ) મંજુર કરી રાજ્ય સરકારમાં મોકલી આપી છે. આ ઉપરાંત લીલાપુર-ઓગણજ, કલોલ-ઓળા, કલોલ-ઓળા-બોરીસણા, કલોલ-સઈજ -બોરીસણા અને કલોલની ૧૦૩૧.૮૪ હેકટર જમીન પર ટાઉનપ્લાનિંગ સ્કીમ તૈયાર કરી મુસદ્દો જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. ઔડાના ચેરમેન ધર્મેન્દ્ર શાહે બોર્ડ બેઠકની વગિત આપતાં જણાવ્યુંકે, બેઠકમાં બોપલ વિસ્તારમાં ડ્રેનેજનાં જોડાણો આપવાનો નિર્ણય કરાયો છે. તેમજ કલોલ શહેરમાં અઢી કિ.મી. લાંબી ડ્રેનેજ પાઈપલાઈન રૂ. ૨.૮૦ કરોડના ખર્ચે નાખવાનો નિર્ણય કરાયો છે.

X
ઔડાએ પાંચ ટી.પી. મંજુર કરી સરકારમાં મોકલી આપી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App