તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Election Express: જલાલપોર બેઠક પર ભાજપના ગઢમાં ગાબડાં પાડી શકશે કૉંગ્રેસ?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્ય ભાસ્કરડોટકોમની ઈલેક્શન એક્સપ્રેસ આવી પહોંચી છે જલાલપોરમાં. નવસારી જિલ્લાની ચાર પૈકી એક વિધાનસભા બેઠક. આ બેઠકમાં જલાલપોર અને આસપાસના ગામડાંઓનો સમાવેશ થાય છે. આ બેઠક પર 2,16,276 મતદારો છે, જેમાં 1,11,367 પુરુષ અને 1,04,901 મહિલા મતદારો છે. આ બેઠક પર સૌથી વધુ કોળી પટેલ મતદારો છે. અત્યાર સુધીની ચૂંટણીઓમાં પટેલ સીવાય કોઈ ઉમેદવાર અહીં જીતી શક્યા નથી. 1998થી આ બેઠક પર ભાજપના આર. સી. પટેલ ચૂંટાતા આવ્યા છે. પીવાનું પાણીએ જલાલપોરનો સૌથી મોટો મુદ્દો છે. સાથે જ રેલવે ઓવરબ્રિજની માગ ન સંતોષાતો લોકોમાં રોષ છે.
અન્ય સમાચારો પણ છે...