ગુજરાતી યુવાનનું આ સોફ્ટવેર ચોરાયેલા સ્માર્ટફોન,લેપટોપ તરત શોધી આપશે

સાથે જ તે ડિવાઇસને ચોરનાર વ્યક્તિનો ફોટો પણ વેબકેમની મદદથી લઇ લે છે

divyabhaskar.com | Updated - Sep 19, 2013, 10:34 AM
youngster from baroda makes software for finding lost smartphone and laptops

તમારો સ્માર્ટફોન ખોવાઇ ગયો છે? ચિંતા ના કરશો‌, વડોદરા શહેરના યુવાને મોંઘાદાટ મોબાઇલ ફોન ખોવાઇ જાય કે ચોરાઇ જાય તો તરત જ શોધી શકાય તેવું એક અનોખું સોફટવેર તૈયાર કર્યું છે.

શહેરના રાજમહેલ રોડ પાસે રહેતા ૨૦ વર્ષના મનન શાહ નામના યુવાને આઇફોનમાં પણ ઇન્સ્ટોલ કરી શકાય તેવું 'મોબીથેફ્ટ’ નામનું સોફટવેર તૈયાર કર્યું છે. તેની વિશેષતા એ છે કે મોબાઇલ ફોન ચોરાયા કે ખોવાયા બાદ જેવો મોબાઇલ ફોન ઓન (ચાલુ) કરાય કે તરત જ મોબાઇલ ધારકના ઇ-મેલ પર એક લીંક મળે છે. લીંક પર કલિક કરતાં જ મોબાઇલ ફોન વાપરનાર વ્યકિતના સીમકાર્ડની માહિ‌તી, લોકડ થઇ જશે. મોબાઇલ ફોન ચોરનારને ગણતરીની મીનીટોમાં જ ઝડપી શકાશે. સાથે જ લેપટોપ કે ટેબલેટ ખોવાઇ જાય તો તેને પણ પળ વારમાં શોધી શકાય તેનું પણ લેપટ્રેક નામનું સોફટવેર બનાવ્યું છે.

મોબીથેફ્ટ અને લેપટ્રેક સોફટવેરના ફીચર્સ શું છે?

એન્ડ્રોઇડ, વિન્ડોઝ, આઇફોન અને લીનીક્સ બેઝ પ્રોગ્રામ પર ચાલે છે. મોબાઇલ ફોન માટે એન્ડ્રોઇડ અને એપલ માટેનું મોબીથેફટ સોફટવેર તથા વિન્ડોઝ સ્માર્ટફોન અને લેપટોપ-ટેબ્લેટને શોધવા માટે લેપટ્રેક સોફટવેર ડાઉનલોડ કરી શકાય છે.

મોબીથેફ્ટ સોફટવેર નાંખ્યા બાદ મોબાઇલ યુઝર્સ આસાનીથી ફોન ચોરનારને સોફટવેર સાથે એટેચ વેબસાઇટની મદદથી ઓનલાઇન જ પકડી શકે છે.

લેપટોપ-ટેબ્લેટ ચોરાય તો તેને પણ લેપટ્રેક નામના સોફટવેરની મદદથી ચોરનારને પકડી શકાય છે.

લેપટોપ-ટેબ્લેટ ચોરનારનો ફોટો વેબકેમની મદદથી કલિક કરી શકાય તેવી સોફટવેરમાં ખાસ સુવિદ્યા ઉભી કરાઇ છે.

મલ્ટીપલ ઉપયોગવાળું સોફટવેર પ્રથમ વખત બન્યું છે

મોબાઇલ ફોનને ટ્રેક કરવા માટે ઘણા સોફટવેર છે, પણ અમે જે સોફટવેર મોબાઇલ ફોન અને લેપટોપ માટે તૈયાર કર્યું છે તે ઓછા સમયમાં ઝડપીથી શોધવાની સાથે ચોરનારનો ફોટો કલિક કરી લે તેવું કર્યું છે. બંને સોફટવેર એક મહિ‌નાની અંદર તૈયાર કરાયા છે. ટૂંક સમયમાં તેને યુઝર્સ માટે બજારમાં મૂકીશું.

- મનન શાહ, સાયબર નિષ્ણાંત અને સોફટવેર પ્રોગ્રામર

X
youngster from baroda makes software for finding lost smartphone and laptops
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App